વિમાન સાથે પક્ષી અથડાયા બાદ એકાએક એન્જિનમાં લાગી આગ, ઘટનાનો લાઈવ વિડીયો થયો વાઇરલ

  • April 24, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન એરલાઈન્સનું એક વિમાન મોટી દુર્ઘટનામાંથી બચી ગયું હતું.ઉડાન દરમિયાન એક પક્ષી તેની સાથે અથડાયું હતું અને ત્યાર પછી એન્જીનમાં આગ લાગી હતી. આગને કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડું હતું. . જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.


અમેરિકન એરલાઈન્સના બોઈંગ–૭૩૭ એરક્રાટે ટેકઓફ કરતાની સાથે જ એક પક્ષી તેની સાથે અથડાયું, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ. આગની ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. તે જ સમયે, વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ અમેરિકાના ઓહાયો એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેનના જમણા એન્જિનમાંથી વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.


વીડિયોમાં પ્લેનમાં આગના તણખા સ્પષ્ટ્ર દેખાઈ રહ્યા છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે અમેરિકન એરલાઈન્સની લાઈટ ૧૯૫૮ કોલંબસના હોન ગ્લેન કોલંબસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સાંજે ૭:૪૫ કલાકે નીકળી હતી અને ફોનિકસ તરફ જતી હતી. ટેક–ઓફના થોડા સમય બાદ આગ લાગી હતી, ત્યારબાદ વિમાનને એરપોર્ટ પર પરત લાવવું પડું હતું.


એક યુઝરે આ ઘટનાનો વીડિયો શેર કર્યેા છે. તેણે લખ્યું કે એએ૧૯૫૮ને ટેક ઓફ કર્યાના થોડા સમય બાદ એન્જિનમાં કેટલીક સમસ્યાઓ જોવા મળી. એન્જિનમાંથી વાળાઓ નીકળી રહી હતી. હોન ગ્લેન કોલંબસ ઇન્ટરનેશનલ એરપોર્ટે ટિટર પર જણાવ્યું હતું કે આજે સવારે એક પ્લેનમાં આગ લાગી હતી અને તેણે સુરક્ષિત લેન્ડિંગ કયુ હતું. , હજુ સુધી એ સ્પષ્ટ્ર નથી થયું કે આ પ્લેનમાં કેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા.


ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ ઘટના વિશે વાત કરતા, પ્લેનમાં સવાર એક મુસાફરે કહ્યું કે તેને અને બોર્ડ પરના અન્ય લોકોએ અચાનક જોરથી ધડાકાનો અવાજ સાંભળ્યો. પાછળથી એક પાયલટે તેમને કહ્યું કે વિમાન ટેકઓફના થોડા સમય બાદ પક્ષીઓ સાથે અથડાયું હતું. બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application