ટાટા સ્ટીલ પાવર પ્લાન્ટમાં સ્ટીમ લીકેજ થતા કર્મચારીઓ હોસ્પિટલમાં દાખલ

  • June 13, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશામાં ટાટા સ્ટીલ પાવર પ્લાન્ટમાં સ્ટીમ લીકેજ થયો હતો.જેના કારણે કેટલાક કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સ્ટીમ લીકેજ થતા 19 જેટલા કર્મચારીઓને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના મેરામુંડલી ખાતે ટાટા સ્ટીલ પાવર પ્લાન્ટમાં સ્ટીમ લીક થઈ છે. ઘણા કર્મચારીઓને કટકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકો ઘાયલ થયા છે.


આ ઘટના મંગળવારે આજરોજ બપોરે 1 વાગે નિરીક્ષણ કાર્ય દરમિયાન બની હતી. ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓડિશાના ઢેંકનાલ ખાતે ટાટા સ્ટીલ મેરામમંડલી વર્ક્સમાં સ્ટીમ છોડવાને કારણે BFPP2 પાવર પ્લાન્ટમાં દુર્ઘટનાના સમાચારથી અમને દુઃખ થયું છે. આવું કરી રહેલા કેટલાક લોકોને અસર થઈ, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા."


કંપનીએ કહ્યું કે પ્લાન્ટ પરિસરને કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને ઈમરજન્સી સેવાઓને સક્રિય કરી દેવામાં આવી છે. ટાટા સ્ટીલે કહ્યું કે તેણે અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો છે અને તેમને મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે કંપની દુર્ઘટનાનું કારણ શોધી રહી છે. જેના કારણે આંતરિક તપાસ શરૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application