ગાંધીગ્રામ, ઘંટેશ્ર્વર, બજરગં વાડી સહિતના વિસ્તારોમાં ૪૫ ટુકડીઓ દ્રારા વીજ ચેકિંગ

  • January 12, 2023 12:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્રારા કંપનીનું વીજ લોસ ઘટાડવા રાજકોટ શહેર વિસ્તારમાં પણ શ કરવામાં આવેલી ઝુંબેશમાં આજે કોર્પેારેટ વિજિલન્સની ૪૫ જેટલી ટુકડીઓએ શહેરમાં માધાપર બેડી નાકા અને પ્રધુમન મનગર સબ ડિવિઝનના વિસ્તારમાં સવારથી વીજચકીંગ શ કરી દેતા ગેરરીતિ આચરનારા ગ્રાહકો દોડધામમાં મુકાઈ જવા પામ્યા છે. ગઈકાલે ખોખળદળ મોટા મવા મવડી રોડ અને વાવડી અર્બન સબ ડિવિઝન એટલવિસ્તારમાં કુલ ૧૧૫ વીજ ચોરી ઝડપાઈ જતા ૨૪.૫૩ લાખ બિલ ભટકા રહ્યા હતા.




રાયની તમામ વીજ વિતરણ કંપનીઓમાં સૌથી વધુ ટી એન્ડ ડી લોસ પીજીવીસીએલનો હોય એમડી વણકુમાર બરનવાલ દ્રારા મિત્રો ઉપર તા ત્રાટકવાના આદેશ મુજબ આજે કોર્પેારેટ વિજિલન્સની ૪૫ જેટલી ટુકડીઓએ શહેરના ત્રણ સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ શ કરી દીધું હતું. જેમાં માધાપર સબ ડિવિઝન હેઠળ ના સંતોષીનગર અવધ સોસાયટી ,કલ્યાણ નગર, શકિત સોસાયટી, ઘંટેશ્વર વગેરે વિસ્તારો, યારે બેડીનાકા સબ ડિવિઝન હેઠળના જામનગર રોડ ઉપરની વાંકાનેર સોસાયટી, રાજીવનગર, મોમીન સોસાયટી ઉપરાંત પ્રધુમનનગર સબ ડિવિઝન હેઠળ ગાંધીગ્રામ, ભારતીનગર અને શ્યામનગર સહિતના વિસ્તારોમાં અને વિડીયોગ્રાફરોના કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરતા ગેરરીતિ આચરનારા ગ્રાહકો દોડધામમાં મુકાઈ ગયા હતા.




યારે ગઈકાલે ખોખળદળ સબ ડિવિઝન હેઠળ જડેશ્વર, વેલનાથ, હરિઓમ પાર્ક, રામકૃષ્ણ સોસાયટી, મુકેશ પાર્ક સહિતના વિસ્તારો, મોટા મવા સબ ડિવિઝન હેઠળના કવાર્ટર કણકોટ રોડ, પંચરત્ન પાર્ક, લમીનો ઢોરો, મવડી રોડ સબ ડિવિઝનના ગોકુલ નગર આંબેડકર નગર, વાવડી અર્બન સબ ડિવિઝનના રસુલપરા, મોહમ્મદી બાગ અને રામનગર સહિતના વિસ્તારોમાં બપોર સુધી હાથ ધરાયેલા ચેકિંગમાં કુલ ૧૧૫ સ્થળે વીજ ચોરી ઝડપાતા પિયા ૨૪.૫૭ લાખના પાવર ચોરીના બિલ ફટકારવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application