હાલારના ડિફોલ્ટર વિજ ગ્રાહકોની ૬૮ કરોડની વસૂલાત કરવા વીજ અધિકારીની તાકીદ

  • March 24, 2023 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના જનરલ મેનેજર કે જેઓએ વિજ બિલ ની બાકી રોકાતી રકમ વસુલવાના ભાગરૂપે આજે જામનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી, અને સ્થાનિક તમામ વીજ અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાકીદારોની ૬૮ કરોડની રકમ તાત્કાલિક ધોરણે વસૂલ કરવા તાકીદ કરી છે, અને વીજબિલના નાણાં નહીં ભરનાર ગ્રાહકોના વીજ જોડાણ કટ કરી નાખવા સૂચના આપી છે, ઉપરાંતની રીકવરી ની કામગીરી નહીં કરનાર સામે પણ ખાતાકીય પગલા ભરવામાં આવશે, તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.


તા. ૨૩.૩.૨૦૨૩ ના રોજ પીજીવીસીએલના જનરલ મેનેજર(એફ.એન્ડ.એ.)કે એસ મલકાન, કે જેઓ જામનગરની મુલાકાતે આવ્યા હતા.  તેઓ દ્વારા જામનગર વર્તુળ હેઠળ ની પેટાવિભાગીય કચેરીઑ હેઠળ ગ્રાહકો ના વીજ બીલ ની બાકી રહેતી અંદાજે ૬૮ કરોડની રકમ અને તેની વસૂલાત અંગે ની કામગીરી અંગે જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર, વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર તેમજ પેટાવિભાગીય કચેરીના નાયબ ઇજનેરો સાથે મીટીંગ યોજી હતી.


આ અંગે ની કામગીરી ની સમીક્ષા કરી હતી, તથા કામગીરી ને વેગવન્તી કરવા તેમજ તે અંગે નું આગોતરું આયોજન કરી વધુમાં વધુ બાકી લેણા ની રકમ ની વસૂલાત કરવા હાજર તમામ અધિકારી ઓને તાકીદ કરી છે. 


ઉપરાંત બાકી લેણા વાળા ગ્રાહકો ના વીજ જોડાણ કાપી અને વસૂલાત  કરવા અંગે આકરા પગલાં લેવા પણ જણાવવામાં આવ્યું છે. તથા તમામ અધિકારીઓ-કર્મચારી ઓ ને આગામી સમીક્ષા માં નબળી કામગીરી જણાશે તો તેવા કર્મચારી અધિકારીઓની સામે આકરા પગલાં લેવા અંગે ગર્ભિત ચેતવણી પણ આપવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application