ચૂંટણીપંચ વિસાવદર બેઠક ભૂલી ગયું?

  • March 16, 2024 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે.  વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બેઠક બાકી રહેવા બાબતે કોઈ ખુલાસો થયો નથી. કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર નથી કરાઇ. આ બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન કરાઇ હતી. જે અંગે કેસ ચાલી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application