સફાઈ કામદારોના સમાધાન મુજબના કાર્યો ન થતા કચવાટ
ખંભાળિયા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ડામાડોળ બની રહી છે. ત્યારે અહીંના સરકારી લેણાના પૈસા ભરવા માટે લોન લેવી પડે તેવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાલિકાના પેન્શનરોને પેન્શન ન મળ્યું હોવાનું જાણવા મળેલ છે.
ખંભાળિયા નગરપાલિકાના વીજ બિલ તથા સરકારને પાણીના ચૂકવવાના બિલની કરોડો રૂપિયાની ઉઘરાણી ચૂકવવાની બાકી છે. આ વચ્ચે દિવાળી વીત્યાને આશરે દોઢેક માસથી વધુ સમય થઈ ગયો છે. તેમ છતાં પણ નગરપાલિકાના નિયમિત તથા રોજમદાર કર્મચારીઓને પગાર ન ચૂકવાયાની બાબતે કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. આટલું જ નહીં, દિવાળી પછી નગરપાલિકાના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ કે જેમને નગરપાલિકા જ પેન્શન ચૂકવે છે, તેમને પણ પેન્શનની ચુકવણી થઈ શકી નથી. જેથી વૃદ્ધ પેન્શનરો તથા ફેમિલી પેન્શન મેળવતા નગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને વૃદ્ધોને આ ઉંમરે નાણા મેળવવા માટે રખડવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
દાયકા અગાઉ નગરપાલિકાના વહીવટદાર રહી ચૂકેલા પ્રાંત અધિકારીના સમયમાં સાડા સાત કરોડની નોંધપાત્ર કહી શકાય તેટલી ફિક્સ રસીદ બેંકમાં રાખવામાં આવી હતી. જેના વ્યાજમાંથી નિયમિત રીતે પેન્શન ચૂકવાતું હતું. ત્યારે નગરપાલિકાને પણ સમગ્ર રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત થતા કરોડો રૂપિયાના ઈનામો પણ મળ્યા હતા. ત્યારે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ ખાડે ગઈ છે અને પગાર-પેન્શનના પણ નાણાં ન હોવાથી કંગાળ બની ગયેલી નગરપાલિકા હાલ દેવાના ડુંગરમાં દબાયેલી છે.
પાલિકાના સફાઈ કામદારોને અપાયેલી ખાતરીનો અમલ થયો નથી
ખંભાળિયા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોના જી.પી.એફ. તથા ઈ.પી.એફ.ના બેન્કમાં જમા ન થયેલા પૈસા તેમજ અન્ય માંગણીઓ સંદર્ભે દિવાળી પૂર્વે સફાઈ કામદારો દ્વારા ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કરાયેલા સમાધાનની ફોર્મ્યુલા મુજબ તારીખ 30 નવેમ્બર સુધીમાં સફાઈ કામદારોની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અંગેની લેખિત ખાત્રી આપવામાં આવી હતી. જેથી આંદોલન સમેટાયું હતું.
આ નિયત તારીખ વીત્યાને 22 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ ખાતરી મુજબ તમામ મુદ્દાઓની અમલવારી ના થયાની બાબતો વચ્ચે સફાઈ કામદારોની નિયુક્તિનો પ્રશ્ન પણ હજુ ઉકેલાયો નથી. ત્યારે ખંભાળિયા સફાઈ કામદાર મંડળના અગ્રણી તેમજ રાજ્યના મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા અગાઉની નિયત ફોર્મ્યુલા મુજબ સમાધાન થયું હોય, જેનું નગરપાલિકા દ્વારા પાલન કરવું ફરજિયાત હોવાથી હવે તેમના દ્વારા કાનૂની તથા ફોજદારી રીતે લડત આપવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
ત્યારે હવે ફરી પાછું સફાઈ કામદારોની હડતાલ થશે? તેવા પ્રશ્નો વચ્ચે લોકોમાં ગંદકી અને ઉભરાતી ગટરોનો ભય જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech