તોફાની પ્રિમોન્સૂન વરસાદથી ગુજરાતમાં આઠનાં મોત

  • June 05, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટંકારામાં ખેત મજૂરનું અને વણાકબારામાં માછીમારનું મૃત્યુ: ૧૩૩ તાલુકામાં ઝાપટાંથી બે ઈંચ: ચાર દિવસ તોફાની પવન ફૂંકાવવાની ચેતવણી




સમગ્ર રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જાણે ચોમાસાની સિઝન આવી હોય તેમ વીજળીના ચમકારા મેઘ ગર્જના અને તોફાની પવન સાથે અનેક સ્થળે વરસાદ તૂટી પડો હતો વરસાદની સાથે જગ્યાએ બરફના કરા પણ પડા હતા તોફાની પવનના કારણે વૃક્ષો, હોડિગ, બેનર ધરાશયી થવાના કારણે અને વીજળી પડતા તથા ડૂબી જવાથી સૌરાષ્ટ્ર્રમાં બે સહિત સમગ્ર રાયમાં આઠ વ્યકિતના મોત થયા હોવાનું જાહેર કરાયું છે.





વણાકબારામાં ગોમતી માતા બીચ નજીક માછીમારી મળી ગયેલા રામજી કરસન નામના માછીમારો દરિયામાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે. યારે બીજા કિસ્સામાં ટંકારા તાલુકાના સુખપર ગામે ખેતરમાં કામ કરી રહેલા વિપુલ સબીયા હઠીલ નામના ૨૩ વર્ષના યુવાનનુ વીજળી પડવાના કારણે મૃત્યુ થયું છે. આ ઉપરાંત દીવ, ખેડા, માણસા, ઉમરપાડા, અંકલેશ્વર, વડોદરામાં બનેલી આ પ્રકારની અલગ અલગ ઘટનાઓમાં મૃત્યુ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.



સૌરાષ્ટ્ર્ર સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ થયો છે.
સ્ટેટ કંટ્રોલ મના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાકમાં રાયના ૨૪ જિલ્લાના ૧૩૩ તાલુકામાં સામાન્યથી બે ઈંચ જેટલો વરસાદ થયો છે વરસાદનું સૌથી વધુ જોર ઉત્તર ગુજરાતમાં રહેવા પામ્યું હતું. ખેડા, મહીસાગર ભચ બનાસકાંઠા અરવલ્લી આણદં અને અમદાવાદ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ થયો છે.



સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહેમદાબાદમાં ૫૫ મિલીમીટર નોંધાયો છે.અમદાવાદમાં પોણો ઈંચ જેટલો વરસાદ થયો છે. રાજ્યના ૨૬ તાલુકા એવા છે કે ત્યાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ થયો છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી ચાર દિવસ માટે રાયના મોટાભાગના વિસ્તારમાં તોફાની પવન ફંકાશે. પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કીમીની ઝડપે પવન ફંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને ૫૫ કીમી આસપાસ પહોંચી જવાની શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application