જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના આંચકા, એક પછી એક સાતેહ 3 આફ્ટરશોકના કારણે લોકો ભયભીત

  • December 18, 2023 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, બપોરે 3:48 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા.


લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સાંજે 4.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 4:18 કલાકે કિશ્તવાડમાં બીજો ભૂકંપ આવ્યો. તેની તીવ્રતા 3.6 હતી. આ પહેલા પાકિસ્તાનમાં સવારે 11.38 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને સલાહ આપી છે કે, આવી પરિસ્થિતિમાં ગભરાશો નહીં, શાંત રહો, ટેબલની નીચે જાઓ અથવા તમારા માથાને ઢાંકો. આ સિવાય ધ્રુજારીના આંચકા આવતા જ તરત જ બહાર નીકળી જાઓ અને લિફ્ટનો ઉપયોગ ન કરો.


બહાર આવ્યા પછી, થાંભલાઓ, ઇમારતો અને વૃક્ષોથી દૂર રહો. NDMAએ ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન જવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ભૂકંપની અસરથી બચવા માટે, તમારા ઘરની દિવાલો અને છતની સમયાંતરે સમારકામ કરાવો અને ઇમરજન્સી કીટ તૈયાર રાખવા અંગે પણ લોકોને માહિતી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application