દિલ્હીમાં ફરી એકવાર અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.7ની તીવ્રતા

  • March 22, 2023 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજધાની દિલ્હીમાં બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે રાત્રે 10.17 મિનિટે ભયાનક આંચકા પણ અનુભવાયા હતા. જોકે આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. મંગળવારના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિંદુ કુશ ક્ષેત્ર હતું.


ભારતમાં દિલ્હી-એનસીઆર સિવાય હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. લોકોને જાણ થતાં જ ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના અન્ય આંચકાના ભયને કારણે અનેક લોકો મોડી રાત સુધી ઘરોની બહાર ખુલ્લામાં જ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application