અમદાવાદ માંથી ઝડપાયું ૪૮ લાખનું ડ્રગ્સ, કેનેડાથી પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને થતી હતી ડિલીવરી

  • September 30, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઓપરેશનમાં થયો પર્દાફાશ


અમદાવાદ:

રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી અમદાવાદ માંથી ડ્રગ્સનો જથ્થો સાયબર યુનિટે કબ્જે કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. અમેરિકા અને કેનેડા બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનુ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.


પ્રાથમિક માહિતી મુજબ ઓપરેશનમાં ૪૬ લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, કેનેડાથી દેશભરમાં કોકોઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતુ હતુ, જેમાં ૨.૩૧ લાખનુ કૉકેઈન અને ૪૬ લાખની કિંમતના ૫.૯૭ કિલો કેનાબીજ ડ્રગ્સને કબજો કરવામા આવ્યા છે.


આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે પુસ્તકો અને રમકડાની આડમાં મંગાવવામાં આવતુ હતુ. અમદાવાદ સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી માત્રામાં આવી પુસ્તકો અને રમકડા પકડી પાડ્યા છે. હાલ આ ટીમ દ્વારા ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવાયા છે. આ અંગે હાલ મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સને પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને રાખવામાં આવે છે. જે બાદ આ પુસ્તકોની ડિલીવરી કરવામાં આવે છે. ડ્રગ્સના ઉપયોગ માટે આ પુસ્તકોનાં પાનને ફાળીને તેને ક્રશ કરીને તેનો ડ્રગ્સના ફોર્મમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ એક અગલ પ્રકારની મોડસ ઓપરન્ડી જોવા મળી છે.


માહિતી એવી પણ મળી રહી છે કે, માત્ર પુસ્તકોના પાનામાં જ નહીં તેના હાર્ડ કવરમાં પણ પાર્ટી ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યુ હતુ. આ પુસ્તકો અને રમકડાને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉન છે તેમાંથી પકડવામાં આવ્યા છે. આ સાથે સાયબર યુનિટ પાસે જે લોકોએ આ પુસ્તકો અને રમકડાં વિદેશોથી મંગાવ્યા છે તેમની માહિતી પણ ટ્રેસ કરી લેવામાં આવી છે. ડ્રગ્સનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હોવાનું જણાયું છે. હાલ કેનેડા અને ભારતના રાજનૈતિક રીતે જે સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડામાં બેસીને ભારતના અલગ અલગ વિસ્તારોમાં ડ્ર્ગ્સ પહોચાડવાના કિસ્સા વધ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application