તમે સ્વર્ગ અને નરક સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળી હશે. ઘણીવાર લોકો એવું કહેતા જોવા મળે છે કે જો તમે સારા કાર્યો નહીં કરો તો તમારે નરકમાં જવું પડશે, જ્યાં તમને ઉકળતા તેલમાં તળવામાં આવશે અને જો તમે સારા કાર્યો કરશો તો તમને સ્વર્ગ મળશે, જ્યાં તમે આરામદાયક જીવન જીવી શકશો. પરંતુ શું તમે ક્યારેય કોઈને એવું કહેતા સાંભળ્યું છે કે પૃથ્વીની જેમ સ્વર્ગમાં પણ જમીન ખરીદાય છે અને વેચાય છે? હા, આવો જ એક કિસ્સો આ દિવસોમાં સમાચારોમાં છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે.
મેક્સિકોમાં એક ચર્ચ તેની અનોખી ઓફર માટે ચર્ચામાં છે અને તે ઓફર સ્વર્ગમાં પ્લોટ વેચવાની છે. આ ચર્ચનું નામ છે 'ઇગ્લેસિયા ડેલ ફાઇનલ ડે લોસ ટિમ્પોસ', જેને 'ચર્ચ ઓફ ધ એન્ડ ઓફ ટાઇમ્સ' તરીકે ઓળખવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ચર્ચના પાદરીએ વર્ષ 2017માં ભગવાન સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમને ઈશ્વરની મંજૂરી મળી હતી કે તેઓ સ્વર્ગમાં જમીન ખરીદી અને વેચી શકે છે. ચર્ચના પાદરી અનુસાર, તમે 100 ડોલર એટલે કે લગભગ 8 હજાર રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે સ્વર્ગમાં તમારા માટે જમીન બુક કરી શકો છો.
અહેવાલો અનુસાર, પાદરી લોકોને ભગવાનના મહેલની નજીકના મહત્વપૂર્ણ સ્થાનો અને સ્વર્ગમાં આવેલ ચોક્કસ સ્થાનનું વિવરણ પણ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, ચર્ચ વિવિધ પેમેન્ટ મોડ્સ દ્વારા પણ ચૂકવણી સ્વીકારે છે, જેમાં પેયપેલ, ગૂગલ પે, વિઝા, માસ્ટરકાર્ડ અને અમેરિકન એક્સપ્રેસની સાથે અન્ય ઘણી યોજનાઓનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માસ્ક પહેરેલા પાદરી બતાવવામાં આવ્યા છે અને સોનેરી કિરણોથી ઘેરાયેલું એક આલીશાન ઘર પણ બતાવવામાં આવ્યું છે, જેમાં ચાર જણનો સુખી પરિવાર રહેતો જોવા મળે છે. તે એ પણ જણાવે છે કે ચર્ચે સ્વર્ગમાં કથિત જમીનો વેચીને 2017 થી લાખો ડોલરની કમાણી કરી છે.
જો કે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો વાસ્તવમાં વ્યંગના રૂપમાં બનાવવામાં આવ્યો છે. તે અસલમાં ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, જે રમૂજી વસ્તુઓ શેર કરવા માટે જાણીતું છે. ત્યારપછી આ વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે.
આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, 'મને 100 ડોલર કોણ આપી શકે? હું મારા માટે સ્વર્ગમાં એક જમીન પણ સુરક્ષિત કરવા માંગુ છું, જ્યારે અન્ય યુઝરે તેને 'સદીનો સૌથી મોટો જોક' ગણાવ્યો છે. જો કે આ ઘટના સાચી હોવાના પણ કેટલાક અહેવાલ મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech