મકરસંક્રાંતિ પર્વ નિમિતે કરો આ ઉપાય, ધનલાભ સાથે નોકરીમાં પણ થશે પ્રગતિ

  • January 13, 2024 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં મકરસંક્રાંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી અનોખો નજારો જોવા મળે છે. દિવસ દરમિયાન આનંદ અને કિલ્લો સાથે એ કાપ્યો છે, એ લપેટ સાંભળવા મળે છે. આમ, મકરસંક્રાંતિના પર્વની ઉજવણી જ અનોખી છે. વાસ્તવમાં, મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિથી દેવતાઓના દિવસો શરૂ થાય છે. આ દિવસ વસંતઋતુની શરૂઆત દર્શાવે છે અને ભારતમાં તે પાકના આગમનની ખુશી માટે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાંતિ માટે શાસ્ત્રોમાં 10 મહાન ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિનું સૂતેલું નસીબ જાગે છે.


આ રીતે કરો સ્નાન- મકરસંક્રાંતિના દિવસે સૂર્ય શનિ દેવથી નારાજગી ત્યાગી તેમના ઘરે ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કાળા તલ નાખી સ્નાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. સાધકને 7 અશ્વમેધ યજ્ઞ કરવાથી સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.


હવનથી થશે આ ફાયદા - મકરસંક્રાંતિના દિવસે ઘરમાં કેરીના લાકડાથી હવન કરો. આમાં ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરતી વખતે તલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ખુશી આવે છે. બિમારીઓ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.


સૂર્યને અર્ઘ્ય- મકરસંક્રાંતિનો દિવસ સૂર્ય દેવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાણીમાં લાલ ચંદન, લાલ ફૂલ, કાળા તલ અને ગોળ નાખીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો, તેનાથી માન-સન્માન વધે છે. કારકિર્દી સૂર્યની જેમ ચમકે છે.


14 સુહાગ સામગ્રી- મકરસંક્રાંતિ પર, પરિણીત મહિલાઓ હળદર-કુંકુની વિધિ કરે છે. પરિણીત મહિલાઓ પતિની રક્ષા માટે એકબીજાને હળદર અને કુમકુમ લગાવી લગ્ન સંબંધિત સામગ્રીનું વિતરણ કરે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પતિનું આયુષ્ય વધે છે અને સૌભાગ્ય વધે છે. નોંધનીય છે કે સુહાગ માટેની સામગ્રી 14ની સંખ્યામાં હોવી જોઈએ.


આ વસ્તુઓનું દાન- મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે તલ, ધાબળો, લાલ કપડું, લાલ મીઠાઈ, મગફળી, ચોખા, મગની દાળની ખીચડી, ગોળ અને કાળી અડદની દાળનું દાન કરવાથી શનિ, રાહુ-કેતુ અને સૂર્યનું શુભફળ મળે છે. વ્યક્તિ ધનવાન બને છે.


પશુ-પક્ષીઓની સેવા- આ દિવસે ગાયને લીલો ચારો, કીડીઓને ખાંડ અને લોટ, માછલીને લોટની ગોળી અને પક્ષીઓને બાજરી ખવડાવવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ધનપ્રાપ્તિનો માર્ગ સરળ બને છે.


કાળા તલની કમાલ- મકરસંક્રાંતિના દિવસે મુઠ્ઠીભર કાળા તલ પરિવારના માથા ઉપર 7 વાર ફેરવી અને ઉત્તર દિશામાં ફેંકી દો. એવું માનવામાં આવે છે કે તેનાથી રોગો મટે છે. દેવું થયુ હોય તો તે સમસ્યામાંથી રાહત મળે.


પૂર્વજો વર્ષભર પ્રસન્ન રહેશે- મકરસંક્રાંતિ પર પૂર્વજોને પ્રસાદ ચઢાવવાથી અને શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓ વર્ષભર પ્રસન્ન રહે છે. પરિવારમાં વંશમાં વધારો થાય. વિવાહિત જીવન સુખમય રહે. બરકત થાય છે.


ઘીનું સેવન- મકરસંક્રાંતિ પર ઘીનું સેવન અને દાન કરવાથી કીર્તિ અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે.


આ વસ્તુઓ ઘરે લાવો- મકર સંક્રાંતિ પર તુલસી, તાંબુ, સુહાગસામગ્રી, તલ, સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પ્રગતિ થાય છે. વેપારનો વિસ્તાર થાય.


નોંધ- અહીં આપેલી માહિતી માત્ર જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ધારણાઓ અને માહિતી પર આધારિત હોવાથી તેને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application