પોરબંદર તાલુકાના ઓડદર ગામે રહેતા ભરતભાઈ નામના એક ખેડૂતની એક વૃદ્ધ ગાય કે જેને છેલ્લા આશરે ત્રણેક વર્ષથી ગર્ભાશયની કોથળી (પેટ) નીકળવાની તકલીફ હોવાના કારણે ઘણા લાંબા સમયથી પીડાતી હતી અને પૂરતા પ્રમાણમાં ખાવાનું પણ ખાતી ન હતી. તેથી ખેડૂત ધ્વારા 1962 નો સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લાના ઓડદર લોકેશનની 1962 પશુ એમ્બ્યુલન્સ સારવાર માટે ઓડદર ગામે પહોંચી હતી. ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરતા જણાયું કે તેને ઇન્ફેક્શન થઈ ગયું છે. તેને ઓપરેશન કરીને ગર્ભાશયની કોથળી દૂર કરવું પડશે. ખેડૂત ભરતભાઈની સહમતીથી પોરબંદર તાલુકાની ઓડદર 1962 એમ્બ્યુલન્સની ટીમ વેટરનરી ડો. રાજુ મુશાળ તથા પાઇલોટ કમ ડ્રેસર દેવાયતભાઈ, કરુણા 1962 એમ્બ્યુલન્સની ટીમ વેટરનરી ડો. સંજય ખુંટી અને પાયલોટ કમ ડ્રેસર ભાવેશભાઈ સાથે મળીને 3 કલાકની જહેમતથી ગર્ભાશયની કોથળી કાઢી, ગાયને પીડાથી મુક્ત કરી હતી. ત્યાર બાદ ગાય સારી રીતે ઘાસ ખાવાનું શરૂ કર્યું હતું. આથી ખેડૂત તથા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા હતા.
આ કામગીરીને પોરબંદર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાન અને પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર મનોજભાઈ ચૌહાણ દ્વારા બિરદાવવામાં આવી હતી. આ રીતે 1962 એમ્બ્યુલન્સ બીમાર પશુઓ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર એક સંજીવની સાબિત થઈ છે. અબોલ પશુ-પક્ષીઓનું તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિયેતનામના દરિયાકાંઠે નવા દરિયાઈ જીવની શોધ, શું કહ્યું સંશોધકોએ જાણો વિગતવાર
January 18, 2025 09:07 PMસ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી
January 18, 2025 09:04 PMજંત્રીના દરો સામે 7200થી વધુ વાંધા અરજીઓ, સરકાર દ્વારા સમીક્ષા શરૂ
January 18, 2025 09:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech