ન્યારી ડેમ રોડનું ડર્ટી પિકચર : સ્વચ્છતા સ્વપ્ન સમાન

  • February 20, 2023 11:05 PM 


ડેમના કાંઠે રહેતા રાજકોટીયન્સ સુવિધા માટે તરસ્યા: યાં સુધી અહીં ટીપરવાનની સુવિધા નહીં પહોંચે ત્યાં સુધી રાજકોટ કયારેય દેશનું સ્વચ્છ શહેર નં.૧ નહીં બને: શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થાય છે પરંતુ અહીં ટીપરવાનના દર્શન દુર્લભ: રસ્તા બિસમાર, સ્ટ્રીટલાઇટસનો અભાવ




રાજકોટ શહેરના ગૌરવ પથ કાલાવડ રોડ ઉપર મોટા મવાથી ન્યારી–૧ ડેમ રોડ અને ન્યારી–૧ ડેમ રોડ શ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી બેફામ ગંદકીના ગજં ખડકાયેલા છે. ન્યારી રોડનું ડર્ટી પિકચર એવું છે કે અહીં સ્વચ્છતા સ્વપન સમાન છે. ન્યારી રોડને નિહાળવા માટે એક વખત મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, દંડક, સેનિટેશન ચેરમેન મ્યુનિ.કમિશનર, ડેપ્યુટી કમિશનર અને પર્યાવરણ ઇજનેર સહિતના મહાનુભાવોએ આ વિસ્તારની વિઝીટ કરવાની ખાસ જર છે.





અગાઉ ન્યારી રોડ ડામાં આવે તેમ કહીને મહાપાલિકામાં રજુઆત ધ્યાને લેવાતી ન હતી, હવે તો ન્યારી રોડ પણ શહેરની હદમાં આવી ગયો છતાં અહીં કયારેય કોઈ મ્યુનિ.અધિકારી કે પદાધિકારીઓ ફરકતા નથી. હદ ડાની હોય કે કોર્પેારેશનની હોય ! અહીં એલિયન્સ નથી રહેતા, માનવ વસ્તીનો જ વસવાટ છે માટે છેવાડાના માનવીઓ સુધી જરી સુવિધાઓ પહોંચાડવી જોઈએ. ડેમના કાંઠે રહેતા રાજકોટીયન્સ સુવિધાઓ માટે તરસ્યા છે. યાં સુધી અહીં ટીપરવાનની સુવિધા નહીં પહોંચે ત્યાં સુધી રાજકોટ કયારેય દેશનું સ્વચ્છ શહેર નં.૧ નહીં બને તે હકીકતની કોરા કાગળ ઉપર નોંધ કરી લેવાની જર છે. સમગ્ર શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થાય છે પરંતુ અહીં ટીપરવાનના દર્શન દુર્લભ છે. રસ્તા પણ બિસ્માર છે અને સ્ટ્રીટ લાઇટસનો પણ અભાવ છે.





મ્યુનિ.સ્ટાફ આ વિસ્તારના રહીશોને તમારે તો કણકોટના સર્વે નંબર આવે, તમારે તો ફલાણા અને ઢીંકણા સર્વે નંબર આવે તેમ કહીને આ વિસ્તારમાં રાજકોટમાં ન આવે તેવું પુરવાર કરીને ફરિયાદોનો ઉડાઉ નિકાલ કરે છે.



રહીશોની માંગણી એવી છે કે જો હદ ન આવતી હોય તો વાંધો નહીં, યાં સુધી હદ આવતી હોય ત્યાં તો સુવિધા આપો....!!! અહીં જે નાગરિકો વસવાટ કરે છે તેઓ રાજકોટના છે, તેમના વ્યાપાર, ઉધોગ અને વ્યવસાય રાજકોટમાં જ છે, પદાધિકારીઓ ખાસ નોંધ લ્યે કે તેઓ મતદાર પણ રાજકોટના જ છે. જો આ વિસ્તારમાં ટીપરવાનથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની સુવિધા અપાશે તો મ્યુનિ.અધિકારીઓ અને પદાધિકારીઓનું ખાસ જાહેર સન્માન સમારોહ યોજીને સન્માન કરવાની પણ રહીશોએ તૈયારી દાખવી છે.



મર્સી, બીએમ, ઓડી લઇને કચરો ફેંકવા જઇએ છીએ: રહીશોએ ઠાલવ્યો ગુસ્સો
ન્યારી–૧ ડેમ રોડ ઉપરની બંગલો ટાઉનશીપ, એપાર્ટમેન્ટ, મકાનો, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટસ, હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, રિસોર્ટ વિગેરે સ્થળોએ હાલમાં અંદાજે કુલ ૫૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ રહીશોએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં એવી વ્યથા રજૂ કરી હતી કે અમેં મર્સી, બીએમ, ઔડી લઇને કચરો ફેંકવા જઇએ છીએ. શું કરીએ અહીં કોઈ વ્યવસ્થા જ નથી! જો કે સો મણનો સવાલ એ છે કે રહેણાંક ધરાવતા લોકો કાર લઇ કચરો ફેંકવા જાય છે, પરંતુ હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટનો કચરો રોજ કયાં ઠલવાતો હશે ?



ટીપરવાનની સુવિધા આપવાનું દૂર, અહીં ગાર્બેજ કન્ટેનર પણ નથી !!
ન્યારી–૧ ડેમ રોડ ઉપર ટીપરવાનની સુવિધા તો દૂર અહીં ગાર્બેજ કન્ટેનરની સુવિધા પણ નથી.શહેર ભલે બિન લેસ બની ગયું હોય પણ આ વિસ્તારમાં ગાર્બેજ કન્ટેનરની સુવિધાની ખાસ જર છે જેથી લોકો કચરાનો નિકાલ યાં ત્યાં કરવાને બદલે નિયત સ્થળે જ કરે. ન્યારી રોડ વિસ્તારના રહીશો ગંદકી ફેલાવવા કયારેય ઇચ્છતા નથી પણ યોગ્ય નિકાલની સુવિધા જ નથી તો શું કરે !?



મોટામવાથી ન્યારી ડેમ રોડ સુધી રસ્તાની બન્ને બાજુ બેફામ ગંદકી
મોટા મવા ગામથી શ કરીને છેક ન્યારી રોડ અને ન્યારી રોડ શ થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી બન્ને બાજુએ બેફામ ગંદકીના બેફામ ગજં ખડકાયેલા છે જે જોતા જ ખ્યાલ આવી જાય કે સ્વચ્છતા અહીં સુધી પહોંચી નથી. કયારેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ન્યારી રોડની દશા નિહાળવા બ જાય તો તેમને પણ નાક ઉપર માલ રાખવો પડશે. આ વિસ્તારમાં મૃત પશુના નિકાલની પણ કોઇ સુવિધા નથી તેમજ રખડુ ઢોર અને કુતરાનો પણ ત્રાસ છે.



મોટામવા સુધી આવતા ટીપરવાન ન્યારી રોડ સુધી શા માટે ન આવે ?
મોટા મવા સુધી મહાપાલિકાની ટીપરવાન સેવા ઉપલબ્ધ છે તો ત્યાંથી ફકત પાંચ કિલોમીટર આગળ આવેલા ન્યારી–૧ ડેમ રોડ સુધી ટીપરવાન સેવા લંબાવવામાં આવે તો તેમાં કોઇને શું વાંધો હોય શકે ? અહીં માત્ર ઈચ્છા શકિતની જ જરિયાત છે. આ વિસ્તારના રહીશો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેનો ચૂકવવાપાત્ર પણ તૈયાર છે પરંતુ કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓને આ વિસ્તારની સમસ્યા ઉકેકવામાં કે સાઇટ વિઝીટ કરવામાં રસ નથી.



રાજકોટની હદમાં ન્યારી રોડનો સમાવેશ છતાં સુવિધા કેમ નહીં ?
ન્યારી–૧ ડેમ રોડ સુધી મહાપાલિકાની હદ વિસ્તરી છે અને આ રોડ પણ હવે શહેરનો જ હિસ્સો છે તેમ છતાં શહેરના અન્ય વિસ્તારોને મળે છે તેવી નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી અને ખાસ કરીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વિગેરે જેવી સુવિધાઓ અહીં હજુ સુધી ઉપલબ્ધ નથી. રાજકોટ શહેરમાં જ વ્યાપાર, ઉધોગ કે વ્યવસાય ધરાવતા હોય તેમજ પૂર્વ મેયર તથા જાહેર જીવનના અગ્રણી હોય તેવા અનેક મહાનુભાવો ન્યારી રોડ પર વસવાટ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application