શહેરોને પછાડી ગામડાઓ બન્યા ડીજીટલ, ગ્રામ્ય: વિસ્તારોમાં UPI પેમેન્ટ્સમાં થયો વધારો

  • May 29, 2023 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં દરરોજ થશે એક અબજ UPI ટ્રાન્ઝેક્શન : દાવો


દેશભરમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એક અનુમાન મુજબ વર્ષ 2026-27 સુધીમાં દેશમાં દરરોજ એક અબજ UPI ટ્રાન્ઝેક્શન થશે. PwC ઈન્ડિયાએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે UPI ટ્રાન્ઝેક્શનમાં વધારા સાથે- આ સમયગાળા સુધીમાં કુલ ડિજિટલ વ્યવહારોમાં તેનો હિસ્સો વધીને 90 ટકા થઈ જશે. વર્ષ 2022-23માં આ હિસ્સો 75 ટકા હતો.


રિપોર્ટ અનુસાર, UPIની મદદથી, ડિજિટલ પેમેન્ટ્સમાં ક્રાંતિ આવશે, વર્ષ 2026-27 સુધીમાં વ્યવહારો વાર્ષિક 379 અબજના સ્તરે વધી જશે. 2022-23માં આ આંકડો માત્ર 83.71 અબજ પહોચ્યો છે. રિપોર્ટ મુજબ ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટ વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક 50 ટકાના દરે વધી રહ્યું છે. 2022-23માં 103 બિલિયન ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા. આગામી ચાર-પાંચ વર્ષમાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં ઘણો બદલાવ જોવા મળશે.


PwC અનુસાર, ક્રેડિટ કાર્ડ કેટેગરીમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આવનારા વર્ષોમાં ક્રેડિટ કાર્ડ વ્યવહારો ડેબિટ કાર્ડ કરતાં વધી જવાની ધારણા છે. આગામી પાંચ વર્ષ માટે ક્રેડિટ કાર્ડ જારી કરવાની ગતિ વધીને વાર્ષિક 21 ટકા થશે તેવું અનુમાન છે.
​​​​​​​

SBI-એ તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં ગ્રામ્ય વિસ્તારોએ શહેરોને પાછળ છોડી દીધા છે. 2022-23માં, મૂલ્યની દ્રષ્ટિએ UPI દ્વારા ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને 25% થયો છે. જયારે શહેરોનો હિસ્સો 20 ટકા નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application