ડાયાબિટીસના દર્દીઓએ સ્વાસ્થ્ય સુધારવા જરૂર ખાવા આ કઠોળ

  • May 13, 2024 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક ડાયાબિટીસ અને બ્લડ શગરના દર્દીઓને પ્રશ્ન થતો હશે કે ટીમને ક્યાં કઠોળ ખાવા ? જેઓ આ અસાધ્ય રોગ સામે ઝઝૂમી રહ્યા છે તેમના માટે આ જાણવું જરૂરી છે. ઘણા લોકોને ડાયાબિટીસ થયા પછી ચિંતા થાય છે. તેઓ કંઈપણ ખાતા અચકાતા હોય છે. કેટલાક લોકો ભાત છોડી દે છે અને દિવસમાં બે વાર રોટલી ખાય છે. તેમને કઠોળને લઈને શંકા રહે છે કે કઈ દાળનું સેવન કરવું જોઈએ. મગની દાળ કે લાલ દાળ, કયું કઠોળ ખાવું સારું? કઈ દાળ ખાવાથી શુગર કંટ્રોલ કરી શકાય છે? અથવા મગનું સેવન કરવાથી બરાબર નિયંત્રન કરી શકાય છે? 


આ દર્દીઓમાં ડાયાબિટીસ ચુપચાપ શરીરમાં પ્રવેશે છે અને જીવનભર રહે છે. એકવાર આ રોગ થઈ જાય પછી તેને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. હવે દેશમાં ઘણા લોકો આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ આ રોગથી પ્રભાવિત છે.


નિષ્ણાતો કહે છે કે આ રોગથી પીડિત લોકો માટે શ્રેષ્ઠ ઉપચાર એ છે કે પૌષ્ટિક ખોરાક લેવો અને શુગર નિયંત્રણમાં રાખવું. નિષ્ણાતો કહે છે કે યોગ્ય સમયે ખોરાક ખાવાથી વધુ સારું પરિણામ મળશે. 


શુગર લેવલ કંટ્રોલ કરવા શું લઈ શકાય? ઘણા લોકોને કઠોળ વિશે શંકા હોય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ડાયાબિટીસથી પીડિત લોકોએ ફાઈબર, પ્રોટીન અને એન્ટી ઓક્સિડન્ટ ખોરાક લેવો જોઈએ. તેમના માટે કઠોળ, બદામ, માછલી, ચિકન અને ઇંડાની ભલામણ કરવામાં આવે છે. કાળા ઘઉં, જવ, ઓટ્સ, ક્વિનોઆ, રાગી જેવા અનાજની ભલામણ કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આહારમાં પાલક અને સલાડનો સમાવેશ કરવો સારું છે.


સવારે ઓટ્સ, ક્વિનોઆ અને દાલિયા ઉપમા નાસ્તા માટે લો જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સવારે 11 વાગે ફળો ખાઓ. જે ફળોમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે તે સ્વાસ્થ્ય માટે વધુ સારા હોય છે.


બપોરના ભોજનમાં ભાત ઓછા અને કઢી કે દાળની વધુ સેવન કરવું. તમે કઠોળ પણ લઈ શકો છો. પરંતુ નિષ્ણાતો સૂચવે છે કે ડાયાબિટીસના દર્દીઓ ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા કઠોળ લેવા જોઈએ.


મગ અને લાલ દાળ બંનેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરે છે. બેમાંથી, મગમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે. લાલ દાળમાં તેની ટકાવારી થોડી ઓછી છે. તેથી નિષ્ણાતો સૂચવે છે કે ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળી લાલ દાળનું સેવન કરવું વધુ સારું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News