ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 ની છેલ્લી હોમ લીગ મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સુપર કિંગ્સે 5 વિકેટે જીત મેળવી હતી. આ જીત બાદ ધોનીએ ચેન્નાઈને અલવિદા કહી દીધું. આ દરમિયાન માહીએ સુરેશ રૈનાને ગળે લગાવ્યો. ધોની અને રૈનાને ગળે લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ધોની અને રૈનાનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ રમ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમે ગ્રાઉન્ડ લેપ કર્યું હતું. આ લેપ દરમિયાન સુરેશ રૈના પણ પહોંચ્યો હતો. આ પછી રૈના અને ધોની ગળે મળ્યા. ચાહકોને ચેન્નાઈના દિગ્ગજ ખેલાડીઓનું ગળે લગાડવું ગમ્યું.
ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે જીત નોંધાવીને પ્લેઓફની રેસમાં એક પગલું આગળ વધાર્યું છે. હવે ચેન્નાઈ 14 પોઈન્ટ અને +0.528ના નેટ રન રેટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે. બીજી તરફ હારનાર રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. રાજસ્થાનની આ સતત ત્રીજી હાર હતી.
જો મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 141 રન બનાવ્યા હતા. રિયાન પરાગે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 47* રન બનાવ્યા.
ત્યાર બાદ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈએ 18.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ચેન્નાઈ માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડે સૌથી મોટી ઇનિંગ રમી અને 41 બોલમાં 42* રન બનાવ્યા. આ દરમિયાન ગાયકવાડે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ચેન્નાઈના કેપ્ટને ઓપનિંગમાં એન્ટ્રી કરી હતી અને તે અંત સુધી ટકી રહ્યો હતો.
Video of the Day ,Thala MS Dhoni and Chinna Thala Suresh Raina at their Den Together ?? pic.twitter.com/jwua1IaO0b
— ? (@StanMSD) May 12, 2024
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech