ડિલીટ એક્ટ : ઇન્ટરનેટ પરથી કાયમી ડેટા થશે દૂર, આ દેશના નાગરિકોને મળ્યો અધિકાર

  • October 12, 2023 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઈબર ક્રાઈમ રોકવા ડેટા બ્રોકર્સે પ્રાઈવસી પ્રોટેક્શન એજન્સીમાં રજીસ્ટ્રેશન ફરજીયાત




કેલિફોર્નિયાના નાગરિકો હવે તેમની તમામ અંગત માહિતી ઈન્ટરનેટ પરથી દૂર કરી શકશે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે આ અંગેના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ બિલનો હેતુ કેલિફોર્નિયાના લોકોને ડેટા ડિલીટ કરવાની હાલની બોજારૂપ પ્રક્રિયાને બદલે એક જ એપ્લિકેશન દ્વારા તેમની ગોપનીયતા પર વધુ નિયંત્રણ આપવાનો છે.


ડેટા બ્રોકર્સ ડેટા વેચે છે, કેલિફોર્નિયા એસેમ્બલીમાં બિલ, જેને ડિલીટ એક્ટ, અથવા એસબી ૩૬૨ કહેવાય છે, તે મૂળરૂપે એપ્રિલ ૨૦૨૩ માં કેલિફોર્નિયાના સેનેટર જોશ બેકર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બેકરે એમ કહીને બિલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે ડેટા બ્રોકર્સ પાસે હજારો ડેટા છે અને હાલમાં તે સૌથી વધુ બોલી લગાવનારને વેચે છે.


નવા કાયદા હેઠળ, કેલિફોર્નિયાના નાગરિકો તેમના તમામ ડેટાને ઇન્ટરનેટ પરથી દૂર કરાવી શકે છે, પછી ભલેને ડેટા બ્રોકર્સે મેળવ્યો હોય. અગાઉના કાયદા હેઠળ, નાગરિકને દરેક કંપની પાસે ડેટા ડિલીટ કરવાની વિનંતી કરવી પડતી હતી. બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે રાજ્યના તમામ ડેટા બ્રોકર્સે પોતાને કેલિફોર્નિયા પ્રાઈવસી પ્રોટેક્શન એજન્સી સાથે રજીસ્ટર કરાવવું પડશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને દંડ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application