રાજકોટ : બિપોરજોયની અસર વર્તાઈ, ભારે પવનના કારણે મસાલા માર્કેટના મંડપ તૂટ્યા

  • June 11, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 

રાજ્યના વાતાવરણ પર બિપોરજોયની અસર વર્તાઈ રહી છે. અરબી સમુદ્રમાં બિપોરજોય અત્યંત તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયુ છે. ત્યારે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં પણ દેખાઈ રહી છે. રાજકોટમાં પણ ગઈકાલથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. તેઝ પવનના કારણે શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલી મસાલા માર્કેટના મંડપ ઉડયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 
ત્યારે દરિયા પાર આવેલ યાત્રાધામ બેટ દ્વારકામાં વીજ પુરવઠો જળવાય તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયુ છે. સાયકલોનના લીધે સમભાવ છે કે, દરિયા માં નાખેલ મરીન કેબલને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાય તો આગમ ચેતી નાં ભાગ રૂપે 15 જનરેટર સેટ તૈયાર રાખવામાં આવ્યા છે.

ગતરોજથી જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ સમાચાર છે. આ ઉપરાંત વાવાઝોડાંના પગલે દ્વારકા, પોરબંદર તેમજ સુરતના દરિયાના મહાકાય મોજાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા પોરબંદર,જામનગર,જૂનાગઢ,મોરબી અને રાજકોટમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application