૧.૧૫ લાખ લોકોએ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ પેટે ૬૬ કરોડ ભર્યા

  • April 29, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



નવા નાણાકીય વર્ષના પહેલા મહિનામાં પ્રામાણિક કરદાતાઓએ એડવાન્સમાં વેરો ભરપાઇ કરતા યોજના સફળ: ૭૫,૦૨૯ કરદાતાઓએ ડિઝિટલ પેમેન્ટ કયુ, રૂા.૪૨ કરોડ ઓનલાઇન ચૂકવ્યા: રૂા.૭.૫૦ કરોડનું વળતર ચૂકવાયું: વર્ષભર મિલકત સિલિંગ ઝુંબેશ ચાલુ રહેનાર હોય ઇન્સ્ટોલમેન્ટ સ્કિમમાં જોડાવા બાકીદારોનો ધસારો




નવા નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪ના પ્રારંભે જ પ્રામાણિક કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ચૂકવીને રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છલકાવી છે. એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા, જો મિલકતધારક મહિલા હોય તો વિશેષ પાંચ ટકા સહિત કુલ ૧૫ ટકા અને ઓનલાઇન વેરો ભરે તો વધુ એક ટકો તેમજ સળગં ત્રણ વર્ષથી એડવાન્સ વેરો ભરતા હોય તો લોયાલિટી બોનસ પેટે વિશેષ વળતર જેવી આકર્ષક યોજના અમલી બનાવતા એપ્રિલ મહિનામાં (આજે બપોર સુધીની સ્થિતિએ) કુલ ૧,૧૫,૫૬૫ પ્રામાણિક કરદાતાઓએ કુલ . ૬૫ કરોડ ૬૮ લાખ ૭૫ હજાર ૪૭૪નો પ્રોપર્ટી ટેકસ ચૂકતે કર્યેા હતો જેની સામે કુલ .૭ કરોડ ૫૦ લાખ ૧૭ હજાર ૯૨૮નું વળતર ચૂકવાયું હતું.



ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોકત પૈકી ૭૫,૦૨૯ કરદાતાઓએ ડીઝીટલ પેમેન્ટ કરી .૪૧ કરોડ ૩૪ લાખ ૯૪ હજાર ૪૬૧નો વેરો ઓનલાઇન ચૂકવ્યો હતો. હજુ પણ એડવાન્સ વેરો ભરવા કરદાતાઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે. મોટી રકમનો વેરો બાકી હોય તેવા બાકીદારો માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમ અમલી છે જેમાં હાલ સુધીમાં (તા.૧૪ ફેબ્રુઆરીથી આજે તા.૨૯ એપ્રિલ સુધીમાં) ૩૦૩ કરદાતાઓ જોડાયા છે અને તેમણે વેરા પેટે .૫૭ કરોડ ૮૩ લાખ ૫૦૬ની આવક થઈ છે.





વિશેષમાં આ અંગે મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમનો લાભ લેવા બાકીદારોને અનુરોધ છે. મિલકત જ થતી અથવા સીલ થતી બચાવવા માટે અનેક બાકીદારો હાલમાં આ સ્કિમમાં જોડાઇ રહ્યા છે. હવે સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ મિલકત સિલિંગ ઝુંબેશ ચાલુ જ રહેશે આથી વેરો બાકી હોય તેમની મિલકત ગમે ત્યારે સીલ થઈ શકે છે.





બાકીદારો માટેની વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમની વિસ્તૃત માહિતી આપતા ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત વર્ષેા દરમ્યાન કોરોનાની વૈશ્વિક મહામારી અથવા અન્ય કોઇ કારણોસર કરદાતાઓ મિલકતવેરા તથા પાણી ચાર્જની રકમ નિયમિત ભરપાઇ કરી શકતા ન હતા તેમની આ બાકી રહેતી મિલકતવેરાની તથા પાણીના ચાર્જની રકમ ઉપર વાર્ષિક ૧૮ ટકાના દરે વ્યાજ વસુલ કરવામાં આવે છે. વ્યાજની બાકી રકમ ઉપર વ્યાજ વસુલ કરવામાં આવતું નથી. આમ છતાં, કોઈ મિલકતધારક અમુક વર્ષેા સુધી નિયમિત પણે વેરો ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય ત્યારે વેરાની મૂળ રકમ તથા ચડત વ્યાજની રકમ વધી જાય છે અને વ્યકિતને એકસાથે આ રકમ ભરપાઈ કરવામાં મુશ્કેલી પડે છે. તેમાં લોકોને રાહત થાય અને મિલકત વેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી ભરપાઈ થાય અને વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્સમાં વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ લાગુ કરવામાં આવી છે.





આ સ્કીમ અંતર્ગત મિલકતધારક વોર્ડ ઓફીસે અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણી ચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષના વેરાની રકમના ૧૦૦ ટકા અને એરીયર્સની વ્યાજ સહિતની કુલ બાકી રકમના ૧૦ ટકા રકમનો પ્રથમ હો ભરપાઈ કરવાનો રહેશે.





પ્રથમ હો ભરપાઇ કર્યા બાદ બાકી રહેલ એરીયર્સની વ્યાજ સહિતની રકમ મિલકત ધારકે આગામી ચાર નાણાકીય વર્ષ દરમ્યાન જે તે નાણાકીય વર્ષના માંગણા સાથે ભરપાઈ કરવાની રહેશે. જેમાં સને ૨૦૨૪–૨૫માં ૧૫ ટકા, સને ૨૦૨૫–૨૬માં ૨૫ ટકા, સને ૨૦૨૬–૨૭માં ૨૫ ટકા અને સને ૨૦૨૭–૨૮માં બાકીના ૨૫ ટકા એમ કુલ આગામી ચાર નાણાંકીય વર્ષમાં ચાર હામાં વિભાજિત કરવામાં આવશે. બાકી રહેતી હાની રકમ ઉપર કોઇ પણ જાતના વધારાના ચાર્જ, વ્યાજ, નોટીસ ફી ચુકવવાની થશે નહી, જેમાં હાની રકમ તથા જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની તથા પાણીના ચાર્જની રકમ જે તે નાણાકીય વર્ષના ૩૦–સપ્ટેમ્બર સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બધં થશે. તેમજ બાકીની રકમ પર જે તે નાણાકીય વર્ષની તા.૧ ઓકટોબરથી નિયમ પ્રમાણે વ્યાજ તથા નિયત નોટીસ ફી વસુલવાપાત્ર થશે. જે મિલકત ધારક સળગં પાંચ વર્ષ દરમ્યાન પોતાને ભરવાપાત્ર થતી કુલ રકમ નિયમિત પાંચ વર્ષ દરમ્યાન ભરપાઇ કરશે તો તે મિલકત માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીતર આ યોજનાનો લાભ આપોઆપ બધં થશે.





જે તે નાણાકીય વર્ષની વળતર યોજનાના સમય દરમ્યાન જો મિલકતધારક જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની તથા પાણીના ચાર્જની રકમ સાથે એરીયર્સની સંપૂર્ણ રકમ એક સાથે જમા કરાવે તો તેવા સંજોગોમાં જ જે તે વર્ષની વળતર યોજનાની જોગવાઇ મુજબ વળતર મળવાપાત્ર થશે. પરંતુ જો એરીયર્સની રકમ બાકી હશે તો તેવા સંજોગોમાં આ વળતર યોજનાનો કોઈ લાભ મિલકતધારકને મળવાપાત્ર થશે નહી. તેમજ આ યોજના માટે જે–તે નાણાકીય વર્ષ દરમ્યાનના હાની રકમ તથા જે–તે નાણાકીય વર્ષના બાકી માંગણા સહિત કુલ રકમ જે–તે નાણાકીય વર્ષ દરમ્યાન એકસાથે ભરપાઈ કરવાની રહેશે.




ખાસ કરીને મ્યુનિ.અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાંધા અરજી કરનારાઓ તથા કાનુની દાવા કરનાર બાકીદારો જો તેમના વાંધા–દાવા બિનશરતી પરત ખેંચશે તો તેવા બાકીદારોને પણ આ સ્કિમનો લાભ અપાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application