લાલપુરમાં ક્રિકેટના સટ્ટાબાઝની ધરપકડ

  • February 11, 2023 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરના શહિદ ગાર્ડન બહારના જાહેર રોડ પર ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પકડી લીધો હતો, જેમાં એકનું નામ ખુલ્યુ હતું.
લાલપુરના જુની હવેલી શેરી ખાતે રહેતા વેપારી અમિત નિતીન રૂપારેલ નામનો શખ્સ ગઇકાલે લાલપુર ગાર્ડનની બહાર બાંગ્લાદેશ પ્રિમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલતી ક્રિકેટ મેચ મોબાઇલમાં એપ્લીકેશન જગદીશ પાસેથી લઇને  ક્રિકેટના સોદા કરતો હતો, જે અંગે બાતમી મળતા લાલપુર પોલીસે દરોડા દરમ્યાન નિતીનનને એક મોબાઇલ તથા રોકડા ૩૧૨૦ સાથે પકડી લીધો હતો.


પુછપરછમાં ભાણવડ તાલુકાના શેઢાખાઇના જગદીશ ચેતરીયાનું નામ ખુલ્યુ હતું બંનેની સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application