એક્સાઈઝ પોલિસી કેસ મામલે કોર્ટે જામીન અરજી ફગાવી, હાઈકોર્ટમાં અપીલ કરશે મનીષ સિસોદિયા

  • March 31, 2023 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. આજે કોર્ટે CBI દ્વારા નોંધાયેલા કેસમાં તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે.


દિલ્હીની લિકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપમાં લાંબી પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તિહાર જેલમાં લાંબા સમય સુધી તેની પૂછપરછ કરી. આ પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. આ કેસમાં પણ સિસોદિયાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application