બાંગા બેરાજા ગામ પાસે બે બાઈક અથડાતા દંપત્તિ ઘાયલ

  • March 13, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર બાંગા બેરાજા ગામના પાટીયા પાસે બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈકના ચાલક રામપર ગામનું વૃદ્ધ દંપત્તિ ઘાયલ થયું છે, અને તેઓને સારવાર અપાઇ છે.


કાલાવડ તાલુકાના રામપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રણછોડભાઈ લક્ષ્મણભાઈ અજુડીયા નામના ૬૮ વર્ષના વૃદ્ધ ખેડૂત તા. ૯ના રોજ પોતાના પત્નીને બાઈકમાં પાછળ બેસાડીને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
 જે દરમિયાન બાંગા બેરાજા ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ વેગે આવી રહેલા એક અજાણ્યા બાઇકના ચાલકે તેઓને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.


અકસ્માતમાં રણછોડભાઈ અને તેમના પત્ની ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application