ખીજડીયા બાયપાસ પાસે ગોઝારા અકસ્માતમાં દંપત્તિ ખંડિત

  • July 17, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને જામનગરનું એક દંપતિ ખંડિત થયું છે. પતિ- પત્ની પાડોશીની ચાર વર્ષની બાળકીને લઈને બાઈક પર જઈ રહ્યા હતા, દરમિયાન એક ડમ્પર ચાલકે હડફેટમાં લઈ લેતાં બાઈક ચાલકનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેઓના પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. જોકે ચાર વર્ષની બાળકી ને માત્ર સામાન્ય ઇજા થઈ છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.


જામનગરમાં ગોકુલનગર જકાત નાકા પાસે રહેતા રસિકગીરી ગોસ્વામી (ઉ.વ.૪૬) કે જેઓ પોતાના પત્ની ધીરજબેન (ઉંમર વર્ષ ૪૪)ને પોતાના બાઈકમાં પાછળ બેસાડી પાડોશમાંજ  રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી રિયા ને પણ સાથે રાખીને જામનગર- રાજકોટ રોડ પર ખીજડીયા બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યા હતા.


 જે દરમિયાન ગઈકાલે સાંજના અરસામાં પુર પાટ વેગે આવી રહેલા જી.જે૧૦ ટીએક્સ-૯૦૦૯ નંબરના ડમ્પરના ચાલકે બાઈક નં. જીજે૧૦ડીએલ-૩૨૮૬ને હડફેટેમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.


 જે અકસ્માતમાં રસિકગિરી ગોસ્વામીને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેમના પત્ની ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને તેઓને સારવાર માટે સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેઓની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે.
 આ ઉપરાંત તેઓની સાથે બેઠેલી રિયા નામની ચાર વર્ષની બાળકી કે જે ચમત્કારિક રીતે ફેકાઈ ગઈ હતી, અને તેણીને માત્ર સામાન્ય ઈજા થઈ છે. અને તેણીનો બચાવ થયો હતો.


 આ અકસ્માતના બનાવ અંગે મૃતક રસિકભાઈના પુત્ર જામનગરના જકાતનાકા પાસે મુરલીધર કોમ્પ્લેક્ષમાં રહેતા પ્રતિકગિરી ગોસ્વામીએ પોલીસને જાણ કરતાં પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ટ્રક- ડમ્પર ના ચાલક સામે ગુનો નોંધી માર્ગ પડેલું ડમ્પર કબજે કર્યું છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application