ટાગોર માર્ગ ઉપર ગંદકી ફેલાવતા સરગમ પાન અને બાલાજી ટી સ્ટોલ સીલ કરતી મનપા

  • January 04, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ટાગોર માર્ગ ઉપર જાહેરમાં ગંદકી ફેલાવતી સરગમ પાન અને બાલાજી ટી સ્ટોલ સહિતની બે દુકાનો સીલ કરાઇ હતી. સ્વચ્છતા મુદ્દે કોઈ સમાધાન નહીં કરવા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ સ્પષ્ટ્ર આદેશ કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં ગંદકી ફેલાવતી હોય તેવી અનેક દુકાનો ઉપર ઇન્સ્પેકટરો દ્રારા ગુપચુપ વોચ રાખવામાં આવી રહી છે, જાહેરમાં ગંદકી ફેલાવતા ઝડપાય તેવા ધંધાર્થીની દુકાન તુરતં સીલ કરાશે.

વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ટાગોર રોડ વિરાણી ચોકથી આગળ સરગમ પાન એન્ડ કોલ્ડડિં્રક અને બાલાજી ટી સ્ટોલ દ્રારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી તદ્દઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર–નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા તા.૩ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં બન્ને શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો જેથી ગત સાંજે બાલાજી ટી સ્ટોલ , સરગમ પાન એન્ડ કોલ્ડડિં્રકસ તેમજ બાલાજી ટી સ્ટોલના સંચાલકોને નોટીસ આપી ધી જીપીએમસી એકટ– ૧૯૪૯ની કલમ ૩૭૬–એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારી સૂત્રોએ ઉમેંયુ હતું કે હાલ સરકારના નિર્મળ ગુજરાત ૨.૦ કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ–વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હોય જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ, ધંધાર્થીઓ સામે તેની દુકાન કે ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application