નક્ષત્ર, હાઇ સ્ટ્રીટ, મિન્ટમાંથી વેરો વસુલ્યો: ૫૩ પ્રોપર્ટી સીલ

  • August 01, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડ, નાના મવા રોડ, રૈયા રોડ, એરપોર્ટ રોડ, યાજ્ઞિક રોડ, યુનિ.રોડ, નિર્મલા રોડ, રજપૂત પરા, જંકશન પ્લોટ, માર્કેટ યાર્ડ, ઉપલોકાંઠો, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ ત્રાટકી: ૪૮૯૦ બાકીદારોને નોટિસ ફટકારી, ૨.૨૧ કરોડ વસુલ્યા




રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરમાં મિલ્કતવેરાના બાકીદારો સામે લગાતાર રિકવરી ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે જેમાં બાકીદારોની વધુ ૫૩ મિલ્કતો સીલ કરાઇ હતી, જ્યારે ૪૮૯૦ બાકીદારોને બીલ-ડિમાન્ડ નોટીસની બજવણી કરાઇ હતી. રિકવરી ડ્રાઇવમાં મુખ્યત્વે વોર્ડ નં.૨માં નક્ષત્ર-૯ એપાર્ટમેન્ટમાંથી એક લાખ અને હોટેલ મિન્ટમાંથી રૂ.૫.૭૬ લાખ, વોર્ડ નં.૮માં હાઇ સ્ટ્રીટ બિલ્ડીંગમાંથી રૂ.૩૨ હજાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી મિલ્કતવેરાના બાકીદારો પાસેથી કુલ રૂ.૨.૨૧ કરોડની વેરા વસુલાત કરાઇ હતી.



વિશેષમાં મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઇવની સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૨માં નક્ષત્ર-૯ એપાર્ટમેન્ટમાં ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૧ લાખ, હોટેલ મિન્ટને નોટીસ સામે રીકવરી રૂ.૫.૭૬ લાખ, વોર્ડ નં.૩માં ૧૫૦ ફુટ રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮૦૪૫૦, જંકશન પ્લોટમાં ૧ યુનિટને નોટીસ, વોર્ડ નં.૫માં પેડક રોડ ઉપર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮૩૬૭૭, ૮૦ ફૂટ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ, માર્કેટ યાર્ડમાં ૬ યુનિટને નોટીસ, વોર્ડ નં.૬માં આજી ડેમ ચોકડી પાસે આવેલ ૩ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧ લાખ, ૮૦ ફુટ રોડ પર આવેલ ૨ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૯૮ લાખ, ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ૧૮ યુનિટને નોટીસ,બાલાજી ઇન્ડ એરીયામાં આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૫૫ લાખ, સંત કબીર રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૩૨૯૯૫, ભાવનગર રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૨૦૦૦૦, ૧૫૦ ફુટ રીએંગ રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૭૦૧૭૦, વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૧૦૫૦૦, રજપુત પરામાં ૭ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૯.૧૮ લાખ, રજપુત પરામાં ૪ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૪.૪૧ લાખ, વોર્ડ નં.૮માં નાના મવા મેઇન રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૯૮૯૪૩, રૈયા રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૪૫૦૦૦, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૮૦૭૧૭, હાઇ સ્ટ્રીટ બિલ્ડીંગમાં આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૩૨૦૨૦, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨૯૮૫૦, ગૌતમ નગરમાં આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૨૩૧૭૦, કાલાવડ રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૧.૯૦ લાખ, ચંદ્ર પાર્ક મેઇન રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૧૨૦૦, ૧૫૦ ફુટ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૧.૫૩ લાખ, નાના મવા રોડ પર આવેલ ૨ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૯૮ લાખ, વોર્ડ નં.૧૦માં નાના મવા રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૯૩,૦૦૦, નિર્મલા રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૧.૦૪ લાખ, યુનિ.રોડ પર આવેલ ૨ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૧.૬૫ લાખ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ, યુનિ.રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૩૬,૬૩૦,



પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ ૩ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮૬૮૧૦, કાલાવાડ રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૩૭૦૦, વોર્ડ નં.૧૨માં પરમેશ્વર મશીન ટુલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૧૪ લાખ, પરમેશ્વર એગ્રો ઇન્ડમાં ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૪૭ લાખ,


વાવડી રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૦૩ લાખ, વોર્ડ નં.૧૩માં ગુંદાવાડીમાં પાંચ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૫માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૯ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૨૮૭૦૦, ૮૦ ફુટ રોડ પર આવેલ ૫ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૭માં સુભાષનગરમાં ૬ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રીંગ રોડ પર આવેલ ૫ યુનિટ નોટીસની બજવણી કરવા સહિતની કામગીરી કરાઇ હતી. ઉપરોક્ત કામગીરી તા.૨૪ થી ૩૧ જુલાઇ દરમિયાન આસિસ્ટન્ટ મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર સહિતની ટીમ દ્વારા આસિ.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application