સામાન્ય રીતે, જ્યારે બાળકો શાળાએ જાય છે ત્યારે પણ લોકો તેમની સુરક્ષાને લઈને ચિંતિત હોય છે. પરેન્ટસ તેમને ક્યાંય પણ એકલા મોકલતા ડરે છે. માં બાપ બાળકો માટે કોઈપણ કામ છોડી દે છે, એટલું જ નહીં બાળકોને એકલા ક્યાંય મોકલવાની તો કલ્પના પણ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, જો તમને એવા દેશ વિશે કહેવામાં આવે કે જ્યાં 4-5 વર્ષની ઉંમરે પણ બાળકો એકલા ક્યાંય પણ જઈ શકે છે, તો તમને આશ્ચર્ય થશે.
તમે જાણીને દંગ રહી જશો કે જે ઉંમરે આપણે બાળકોને ખોળામાં લઈને રોડ ક્રોસ કરીએ છીએ ત્યારે અહીંના બાળકો એકલા બજારમાં પહોંચે છે અને જરૂરી ખરીદી કરીને પાછા પણ ફરે છે.
રિપોર્ટ અનુસાર, 1990ના દાયકામાં જાપાનમાં રિલીઝ થયેલી સિરીઝ હાજીમેટે નો ઓત્સુકાઈમાં પહેલીવાર નાના બાળકોને કોઈ પણ વાલી વિના આટલી આરામથી ઘરની બહાર જતા બતાવવામાં આવ્યા હતા. સિરીઝની 20 એપિસોડમાં, બાળકો એકલા સુપરમાર્કેટમાં ખરીદી કરતા, ફળોનો રસ બનાવતા અને રોડ ક્રોસ કરતા જોવા મળે છે. તેઓ આ બધું તેમના માતા-પિતાની મદદ વગર કરી રહ્યા છે.
બાળકો ઘરની ચીજવસ્તુઓ કે નાની-મોટી ખરીદી કરવામાં બિલકુલ ડરતા નથી કારણ કે જાપાની માતાઓ તેમને રોકતા નથી, પરંતુ તેમને હિંમત આપે છે. જો કે, જાપાનની શાળાઓમાં પણ બાળકોને આત્મનિર્ભરતા શીખવવામાં આવે છે. અહીં તેમને શાળાની સફાઈ અને શારીરિક અને માનસિક શિસ્તનું પાલન કરવાનું પણ શીખવવામાં આવે છે. આ જ કારણ છે કે તેઓ ખૂબ જ સ્માર્ટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech