રામલલાના ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યા છે. આ તરફ રાજકીય પક્ષો પહેલેથી જ ભાજપ પર રામમંદિર મુદ્દે થતા રાજકારણ અંગે નિશાન સાધી ચૂકયા છે. એવામાં સમાચાર છે કે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી રામલલાના અભિષેક સમારોહમાં હાજરી આપશે નહીં. બુધવારે આ માહિતી આપતા કોંગ્રેસે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના જાજરમાન કાર્યક્રમને ભાજપ અને આરએસએસની ઇવેન્ટ ગણાવી છે.
આ સાથે જ મહત્વની વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના આ નિર્ણય પર પાર્ટીના જ કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. અર્જૂન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આ પ્રકારના રાજનીતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઇએ.
કોંગ્રેસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને તો ફગાવી દીધું છે. સાથે એમ પણ કહ્યું કે ભાજપ ચૂંટણીમાં લાભ માટે આ પ્રકારે આયોજન કરી રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસના આ નિર્ણય પર ભાજપે પ્રતિક્રિયા આપી હતી કે ત્રેતાયુગમાં રાવણ જે રીતે ભટકી ગયો હતો તેવી રીતે વિરોધ પક્ષનું મન ભટકી ગયું છે. ભાજપે વધુમાં જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કરનારાઓનો જનતા ચૂંટણીમાં બહિષ્કાર કરશે.
કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ ફગાવી દીધું છે. જે બાબતને ભાજપે તો વખોડી કાઢી છે. આ તરફ કોંગ્રેસ પાર્ટીના નેતાઓમાં પણ આ બાબતે એટલી જ નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે પણ કોંગ્રેસના આ નિર્ણય પર તેમની પ્રતિક્રિયા શેર કરી છે. રામ મંદિરના નિમંત્રણને નકારી કાઢવું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે. આ સાથે જ તેમણે દુ:ખની લાગણી અનુભવી હતી.
એટલું જ નહી બુધવારે કોંગ્રેસના મહાસચિવે એક પત્ર જાહેર કરીને કહ્યું કે, કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત છે, પરંતુ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જયરામ રમેશે વધુમાં કહ્યું હતું કે, 'અર્ધ-નિર્મિત મંદિર'નું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech