જામનગરમાં રામનવમી ના તહેવારની પૂર્વ સંધ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવાય તે સંદર્ભે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

  • April 07, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર શોભાયાત્રાના રૂટ પર જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાની માં વિશાળ પોલીસ કાફલો જોડાયો 

જામનગર તા ૫, જામનગર શહેરમાં આવતીકાલે રામનવમી ના તહેવારને અનુલક્ષીને શહેરમાં યોજાતી રામ સવારી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય, તેની તકેદારીના ભાગરૂપે જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા એસ.પી. ની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના દરબારગઢ સર્કલ થી વિશાળ પોલીસ કાફલો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો. 




જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, ગ્રામ્ય વિભાગના ડીવાય એસપી આર.બી. દેવધા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વી. કે. પંડ્યા, એલસીબીના પી.આઇ. વી. એમ. લગારીયા, એસ. ઓ. જી. ના પી.આઈ. બી.એન. ચૌધરી, સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા, સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી.ઝા તેમજ અન્ય તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને અન્ય વિશાળ પોલીસ કાફલો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો.




 જામનગરના દરબારગઢ સર્કલથી બર્ધન ચોક, માંડવી ટાવર, ચાંદી બજાર, દીપક ટોકીઝ, રણજીત રોડ, બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના સમગ્ર રૂટ પર વિશાળ સંખ્યામાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.




 તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ એસપી ની રાહબરી હેઠળ પગપાળા ચાલ્યા હતા, જેઓની સાથે પોલીસ વિભાગના તમામ વાહનોનો કાફલો પણ જોડવામાં આવ્યો હતો.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application