ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે આવકના અંદાજો તૈયાર કરવા તાલીમનું આયોજન

  • December 08, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા માનવ વિકાસ સુચક આંકનાં ભાગ‚પે જિલ્લા આવકના અંદાજો તૈયાર કરવા માટે સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળની  નિયામક અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર નિયમકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભારત સરકારના સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓફીસનાં નિતી નિર્ધારણ મુજબ નિયત થયેલ દિશા નિર્દેશ મુજબ જિલ્લ ા આવકના અંદાજો તૈયારની કામગીરી તૈયાર કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિયામક તથા તેમની સમગ્ર ટીમ દ્વારા વિસ્તૃત છણાવટથી જિલ્લા કક્ષાએ વર્ષ:-૨૦૨૧-૨૨ તથા વર્ષ:-૨૦૨૨-૨૩નાં પ્રાથમિક ક્ષેત્રનાં આવકના અંદાજો તૈયારની કામગીરી માટેનું માર્ગદર્શન તથા આનુષાંગિક પ્રશ્નોની સમજ આપવામાં આવી હતી.જિલ્લાની આવકનાં અંતર્ગત પ્રાથમિક ક્ષેત્ર,ઉત્પાદન ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનાં આવકનાં અંદાજો તૈયાર કરવા માટેના માહિતીનું એકત્રીકરણ, સંકલન, ખરાઈ અને આખરીકરણ કરવા બાબતની વિવિધ પદ્ધત્તિઓ તેમજ પ્રાથમિક ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર તેમજ સેવા ક્ષેત્રની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી.જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા તથા જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ જિલ્લ ા આંકડા અધિકારી પી.એચ.ઠકકર તથા તેમની ટીમ દ્વારા સમગ્ર તાલીમનું સંકલન કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application