હવા ઉજાસના હકક છીનવાતા અગાઉ ફરિયાદ કરાઇ

  • July 05, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં એક શખસ દ્વારા શહેરના સિધ્ધનાથ મંદિર સામે બેરોકટોક બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બાંધકામને લગત વર્ષો જુનું એક વેપારીનું મકાન આવેલ છે. તેના હવા- ઉજાસને લગતા કાયદેસરના હકકો છીનવી લઈને આ શખસ દ્વારા પીસ્તાલીસ દીવસ પહેલા બાંધકામ કરાતા પાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આ પ્રકરણમાં સ્થળ તપાસ કરી ભીનું સંકેલવામાં આવ્યું છે. કારણ કે પાલિકાના અધિકારીઓ નોટીસનું ગાણું ગાઇ રહ્યા છે પણ આપતા નથી.


વેપારી હરીશકુમાર ગોકાણીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને દોઢ માસ પૂર્વે રજૂઆત કરી જણાવ્યું હતું કે, અરજદારના મકાનને લગત પશ્ચિમ દિશા તરફ બાંધકામ કર્યું છે. તેના કારણે અરજદારના વર્ષો જુના હવા-ઉજાસના હક્કો છીનવાઇ ગયા છે. આથી જો  તાત્કાલિક ગેરકાયદેસરનું બાંધકામ રોકવામાં નહીં આવે તો ના છુટકે સીવીલ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે. આમ છતાં પાલિકાના નિંભર અધિકારીઓએ કોઇ પગલાં ન લેતા કોર્ટનું શરણ લીધું હતું. બીજી બાજુ પાલિકાના અધિકારીઓ સ્થળ તપાસ કરી  નોટીસનું ગાણું ગાઇ રહ્યા છે. પરંતુ નોટીસ ન આપતા કાર્યવાહી શંકાના દાયરમાં આવી છે.સ્થળ તપાસ કરવામાં આવી છે..ચીફ ઓફિસર


ગેરકાયદેસર બાંધકામ સંબંધે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીબ સાથે વાત કરતા તેમને જણાવ્યું છે કે એક સપ્તાહ પહેલા જ સ્થળ તપાસ કરી છે અને ટી.પી ઇન્જીનયર ને નોટીસ પાઠવવા સુચના આપેલ છે


ટી.પી ઇન્જીનયરની શંકાસ્પદ ભૂમિકા
દ્વારકા નગર પાલિકાના ટીપી ઇન્જીનયર રાજેશ મકવાણાને  ચીફ ઓફિસર દ્વારા નોટીસ આપવા આદેશ કરાયો હોવા છતાં આજ દિવસ સુધી નોટીસ બજાવવામાં ના આવતા ટીપી ઇન્જીનયરની ભુમીકા શંકાસ્પદ જણાતી હોય આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તે જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application