ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નરે ટીબીનાં દર્દીઓને દત્તક લઇ પોષણકિટ વિતરણ કરી

  • July 13, 2023 12:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ડેપ્યુટી કમિશ્નર એમ આર બ્રહમભટ ,એમઓએચ ,સીટીઓ સહીત કર્મચારીગણ પણ સ્વેચ્છાએ નિક્ષયમિત્ર બની દર્દીની સહાય માટે આગળ આવ્યા


ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રધાનમંતી ટીબી મુકત ભારત અભિયાન અન્વયે ટીબીનાં દર્દીઓને દત્તક લઇ પોષણકિટ વિતરણ કરવામાં આવ્યું હતું


ભાવનગર મહાનગર પાલીકા કચેરી મિટીંગ હોલ ખાતે, ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર એન.વી.ઉપાધ્યાય નાં અધ્યક્ષ સ્થાને, પ્રધાનમતી ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ભાવનગર મહાનગરપાલિકાનાં કમિશ્નર એન.વી. ઉપાધ્યાય અને ધર્મપત્નિ હેમલબહેન એન.ઉપાધ્યાય દ્વારા નિક્ષયમિત્ર તરીકે ભાવનગર શહેરનાં દત્તક લીધેલ દસ ટીબીનાં દર્દીઓને પોષક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ આ સંદર્ભે કમિશ્નરનાં જણાવ્યા અનુસાર દત્તક લીધેલ તમામ દસ દર્દીઓને સારવારનાં સંપૂર્ણ સમયગાળા સુધી એટલે કે આગામી પાંચ માસ સુધી પોષણકિટ આપશે.


ભાવનગર શહેર હંમેશા સમગ્ર દેશમાં તમામ ઐતિહાસિક બાબતે અગ્રેસર રહ્યુ છે ત્યારે આજે ફરી એક વખત કમિશ્નરનાં આ સરાહનીય પગલાથી ભાવનગરની યશકલગીમાં ઉમેરો થયો છે તેમજ તેઓની ભાવુક અપિલથી ભાવનગર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નર એમ આર બ્રહમભટ ,એમઓએચ ,સીટીઓ  સહીત ભાવનગર મહાનગર પાલિકાનો કર્મચારીગણ પણ સ્વેચ્છાએ નિક્ષયમિત્ર બની દર્દીની સહાય માટે આગળ આવેલ અને પોતાનાં તરફથી પણ સ્વૈચ્છાનુસાર પોષક આહારકીટ આપવા ઇચ્છા દર્શાવેલ હતી.


ઉપરાંત ગેલેક્સી મિડીયાનાં પત્રકાર જયદિપભાઇ વેગડે પણ નિક્ષયમિત્ર બની ત્રણ બાળ ટીબીનાં દર્દીઓને પોષણકિટ આપવા મીડીયા જગત વતી પહેલ કરેલ હતી. તેમજ GEC પ્રીન્સીપાલ વડોદરીયાએ પણ ટીબીનાં દર્દીને દત્તક લઇ પોષણ કીટ આપવા ઉપરાંત તેઓની સાથે સલગ્ન તમામ અધ્યાપક્ગણ ને પણ નિક્ષયમિત્ર બનવા પ્રેરીત કરશે તેવુ જણાવેલ હતું, ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનુ સંચાલન બીએમસી હેલ્થ વિભાગનાં એમઓએચ ડી.આર.કે.સિન્હા અને સીટી ટીબી ઓફીસર ડી.પી.કે.સિંહના માર્ગદર્શન હેઠળ સમગ્ર સીટી ટીબી સેન્ટર કચેરીનાં સ્ટાફ દ્વારા સફળ રીતે પૂર્ણ કરવામાં આવેલ હતુ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application