ચાંદના દિદાર થતાં પવિત્ર રમઝાનનો પ્રારંભ

  • March 24, 2023 06:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રમઝાન માસ નિમિત્તે મસ્જિદોમાં ખાસ બંદગીઆનું આયોજન


મુસ્લીમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો આજરોજ ચાંદ દેખાતા ભાવનગર શહેર જીલ્લાના મુસ્લીમ બિરાદરોમાં રમઝાન શરીફનો ઉત્સાહ જોવા મળ્યો. હતો. મુસ્લીમ બિરાદરોએ એકબીજાને રમઝાન શરીફના ચાંદની મુબારકબાદી પાઠવી હતી અને ચાંદ જોયા બાદની દુવાઓ કરવામાં આવી હતી. તેમજ આજ રાતથી ઇશાની નમાજ બાદ તરાવી ની નમાજ જુદી જુદી મસ્જીદોમાં સામુહીક રીતે અદા કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લીમ બિરાદરો પવિત્ર રમઝાન માસ દરમ્યાન આખા માસના રોઝા રાખે છે પાંચ વખતની નમાજ ઉપરાંત તરાવીહની નમાઝ, નીફલ નમાજ કુર્આન શરીફની તીલાવત, જીક્ર શરીફ, જકાત, ખેરાત, આપે છે તેમજ યતીમ, ગરીબ, મોહતાજ અને વિધવા બહેનોને પણ સદકો અને ચીજવસ્તુઓ આપે છે. રમજાન શરીફ ની અંદર મુસ્લીમ બિરાદરો તમામ નેકીના કામો કરે છે અને પુરો માસ ઇબાદત માં ગુજારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application