ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દ્વિતીય 'સાયન્સ સમર કેમ્પ' નો પ્રારંભ

  • May 25, 2023 12:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

IGP ગૌતમ પરમાર (IPS) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો


ભાવનગર નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ દ્વિતીય ત્રિ -દિવસીય રેસીડેન્શીયલ સાયન્સ સમર કેમ્પનું તા. ૨૪ થી ૨૬ મે ૨૦૨૩ દરમ્યાન ધોરણ ૮ અને ૯ ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ છે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે.


આ સાયન્સ સમર કેમ્પ નું ઉદ્ઘાટન ગૌતમ પરમાર (IPS), IGP, ભાવનગર રેન્જ દ્વારા ૨૪ મી મે  ના રોજ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સાયન્સ સમર કેમ્પ એ ઉનાળાની રજા નો સર્વોત્તમ ઉપયોગ છે અને માહીતિસભર જ્ઞાન, ગમ્મત સાથે મેળવી શકાય તેવુ સમજાવ્યુ હતુ. 


આ કાર્યક્રમમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે જૈમિન દેસાઈ , ગ્રુપ ડાયરેક્ટર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC-ISRO) પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો ને દેશ ની સૌથી પ્રસિદ્ધ સંસ્થા ઈસરો વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ છે. 


આ સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ ત્રણ દિવસ અને બે રાત્રિ રોકાણ કરવાનું રહેશે. જેમાં ભાગ લેનારની રહેવાની વ્યવસ્થા આરએસસી દ્વારા કરવામાં આવી છે. સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ ગુગલ ફોર્મ દ્વારા રજિસ્ટ્રેશન કર્યું છે. આ કેમ્પ માં ૩૦ વિદ્યાર્થીઓની મેરીટના આધારે પસંદગી કરવામા આવી છે.આ સમર કેમ્પ ઉપરાંત વધુ એક કેમ્પ નું આયોજન તા. ૩૧ મે થી ૨ જૂન ૨૦૨૩ દરમ્યાન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application