રાઘવ-પરિણીતીને CM કેજરીવાલે આપ્યા ખાસ અભિનંદન, સગાઈમાં બોલીવુડ અને રાજકારણની હસ્તીઓનો જમાવડો 

  • May 14, 2023 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે (13 મે)ના રોજ AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી. સગાઈ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘણા મહેમાનોમાંના એક હતા. રિંગ સેરેમનીની તસવીર પોસ્ટ કરીને કેજરીવાલે કપલને તેમની નવી સફર શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

કેજરીવાલે ટ્વીટ કર્યું, જીવનની આ નવી સફરની શરૂઆત માટે તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને બંનેને હંમેશા આશીર્વાદ આપે. ભગવાને બનાવેલી તમારી આ સુંદર જોડી કાયમ રહે.

 
પરિણીતી અને રાઘવે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી લીધી. બંનેએ મેચિંગ વ્હાઈટ આઉટ ફીટ પહેર્યું હતું. અભિનેત્રીએ સફેદ કુર્તી પહેરી હતી, જે તેણે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાવી હતી. જ્યારે રાઘવ ચઢ્ઢાએ પવન સચદેવનું વર્ક  પહેર્યું હતું. સગાઈની વિધિ શીખ રિવાજો અનુસાર કરવામાં આવી હતી. દંપતીએ પોસ્ટ શેર કરીને તેમની સગાઈની જાહેરાત કરી. 
​​​​​​​top

આ સગાઈમાં કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી. આ સાથે પંજાબના સીએમ અને AAP નેતા ભગવંત માન પણ નવી દિલ્હીના કપૂરથલા હાઉસ પહોંચ્યા હતા. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરા પણ સગાઈમાં સજ્જ થઈને પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application