ક્લિક કરી જાણો માતા શબરીના વંશજો પ્રાણપ્રતિષ્ઠા નિમિતે રામલલાને શું ભેટ અર્પણ કરશે?

  • January 09, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaldigitalteam

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણ માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મહોત્સવ નિહાળી અનેકો લોકો તેના સાક્ષી બનવાના છે. ત્યારે દંડકારણ્ય તરીકે ઓળખાતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ગુજરાતનો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે તેમજ ઠેર- ઠેરથી રામલલા માટે વિવિધ ભેટ સોગાદોનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે માતા શબરીના વંશજો પણ બાકાત રહ્યા નથી.


આપને જણાવી દઇએ કે, ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓના સમયમાં પૌરાણિક દંડકારણ્ય અને હાલના ડાંગ જિલ્લામાં માતા શબરી સાથે ભગવાન શ્રીરામ અને તેમના ભાઇ લક્ષ્મણની મુલાકાતને ઐતિહાસિક ક્ષણ માનવામાં આવે છે. આ ઐતિહાસિક ક્ષણને યાદ કરતા માતા શબરીના વંશજ બોર અને ધનુષ તેમજ તીર સાથે અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યાં નવ દિવસ સુધી ચાલી રહેલા 1008 કુંડીય યજ્ઞમાં પણ ભાગ લેશે.


માતા શબરીનો ભગવાન શ્રીરામ પ્રત્યેનો પ્રેમ અને તેમની ભક્તિથી સૌ કોઇ વાકેફ છે. ત્યારે હાલ અયોધ્યા ખાતે રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે ભક્તોમાં શબરીધામ માટે પણ ઊંડી શ્રધ્ધા છે. જે લોકકથા પરથી વણાયેલી બાબત છે કે માતા સીતાની શોધમાં જંગલમાં ભટકતા ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને માતા શબરીએ સુબીર પાસેના ચમકા ડુંગર નામના સ્થળે ભોજન કરાવ્યું હતું. શબરીએ ભગવાન શ્રીરામને મીઠા બોર ખવડાવ્યા હતા. ત્યારે હવે અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સબરીના વંશજો પણ ધનુષ અને તીર સાથે ખાસ બોર અર્પણ કરવા જઇ રહ્યા છે. ત્યારે માતા શબરીના વંશજો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application