ક્લિક કરીને જાણો ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં કિંગ કોહલી બનાવી શકે છે આ રેકોર્ડ

  • January 17, 2024 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે બેંગલુરુ ખાતે રમાવાની છે. વિરાટ કોહલી આ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલી પાસે ટી20માં 12000 રન પૂરા કરવાની તક છે. આ માટે તેને માત્ર 6 રનની જરૂર છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.


વિરાટે ટી20 ફોર્મેટમાં અત્યાર સુધી 375 મેચ રમી છે. જેમાં તેણે આ ફોર્મેટમાં 8 સદી અને 91 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 11,994 રન બનાવ્યા છે. આમ, તે 12000 રન પૂરા કરવાની નજીક પહોંચી ગયો છે. એટલે કિંગ કોહલી 6 રન બનાવતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી લેશે. આ સાથે તે ટી20માં સૌથી ઝડપી 12 હજાર રન બનાવનારો ખેલાડી પણ બની જશે. કોહલીનો સર્વશ્રેષ્ઠ ટી20 સ્કોર અણનમ 122 રહ્યો છે.


નોંધનીય છે કે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલે ટી20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 463 મેચમાં 14562 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે. ગેલનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 175 રહ્યો છે. આ યાદીમાં શોએબ મલિક બીજા સ્થાને છે. મલિકે 525 મેચમાં 12993 રન બનાવ્યા છે. તેણે 82 અડધી સદી ફટકારી છે. શોએબનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 95 રન છે. ત્રીજા નંબરે કિરોન પોલાર્ડ અને ચોથા નંબર પર વિરાટ કોહલી છે. જો કે ભારતીય ખેલાડીઓની યાદીમાં કોહલી ટોચના સ્થાન પર આવે છે.


તમને જણાવી દઈએ કે બેંગલુરુ ખાતેની ત્રીજી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. પરંતુ અહીં વાત થઇ રહી છે કિંગ કોહલીની તો આજની મેચમાં તેની પાસે 12000 રન પૂરા કરવાની તક છે. જો આ તકને તે ઝડપી લે તો તેના નામે રેકોર્ડ નોંધાવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News