મીનલ સીરામીક સામે લેણી રકમનો દાવો મંજુર

  • February 17, 2023 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીનલ સીરામીક પ્રા.લી. કે જે પ્રતિષ્ઠિત કંપની છે. જેનાં ડાયરેકટર પરાગ ભાનુકુમાર દોશી તથા સંભવ પરાગ દોશી છે. જે પણ ખુબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. ઉપરોકત બંને ડાયરેકટરો દ્વારા વાદી પાસેથી ઇન્ડોનેશીયન કોલ ઉધારથી ખરીદ કરેલ. જે પેટે તેઓએ વાદી કંપનીને રૂ. ૩,૬૬,૦૯૨ ચુકવવાના બાકી હતાં. ઉપરોકત રકમનીવાદી કંપની દ્વારા અનેક વખત ઉઘરાણી કરવાછતાં મીનલ સીરામીક દ્વારા રકમ ચુકવવામાં આવેલ નહિં, અને કોઇ જવાબ દેવામાં આવેલ નહિં. જેથી વાદી દ્વારા લીગલ નોટીસ મોકલવામાં આવેલ. જે નોટીસ પ્રતિવાદીઓનાં છત્રાલ ગાંધીનગરના સરનામે બજી જતાં પણ કોઇ જવાબ આપવામાં આવેલ નહિં.

 ત્યારબાદ વાદી દ્વારા મીડીએશનમાં અરજી કરતા પ્રતિવાદીઓ મીડીએશનમાં પણ હાજર રહેલ નહિં.જેથી મીનલ સીરામીક તથા તેના ડાયરેકટરો સામે જામનગરના પ્રિન્સીપાલ સીવીલ કોર્ટસમક્ષ સમરી દાવો દાખલ કરવામાં આવેલ. આ સમયગાળામાં પ્રતિવાદીઓએ પોતાની જગ્યા છોડી દીધેલ અને સમન્સની બજવણી થવા ન દેતાં પ્રતિવાદીઓ સામે અમદાવાદ ગાંધીનગરનાં ન્યુઝ પેપરમાં જાહેર સમન્સ પ્રસિદ્ધ કરાવવામાં આવેલ.


જે બાદ પણ તેઓ હાજર રહેલ નહિં. જેથી વાદી કંપનીના વકીલ દ્વારા સમરી પ્રોસીડીંગ્ઝ સંબંધે કાયદાકીય દલીલો કરી હુકમ તથા હુકમનામું દોરી આપવા રજુઆત કરેલ.જેથી પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ દ્વારા વાદીનો દાવો રૂ. ૩,૬૬,૦૯૨ નો ખર્ચ તથા વ્યાજ સહિત મંજુર કરવામાં આવેલ. ઉપરોકત કેસમાં વાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application