ટેકનોલોજીના આ યુગમાં ગેજેટ્સનો ઉપયોગ વધ્યો છે. નાના બાળકો મોબાઈલ ફોન અને ટીવીનો ઘણો ઉપયોગ કરે છે. જેનાથી તેની આંખો પર ખરાબ અસર પડે છે અને ચશ્મા જરૂરિયત ઉભી થાય છે. કેટલાક બાળકો એવા હોય છે જેમને જન્મથી જ આંખ સંબંધિત સમસ્યાઓ હોય છે.
ઘણા માતા-પિતા તેમના બાળકોની આંખ સંબંધિત સમસ્યાઓને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. આવી સ્થિતિમાં બાળકોની આંખોને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે. તમને તે લક્ષણો વિશે જણાવીશું, જેને જોઈને માતા-પિતાને ખબર પડશે કે તેમના બાળકોને ચશ્માની જરૂર છે કે નહીં.
વારંવાર આંખો બંધ કરવી
જો તમારું બાળક વારંવાર આંખો બંધ કરી રહ્યું છે, તો આ લક્ષણને બિલકુલ અવગણશો નહીં. આવું ત્યારે થાય છે જ્યારે બાળકોની સામાન્ય દ્રષ્ટિમાં કોઈ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.
માથાનો દુખાવો
જો તમારું બાળક વારંવાર માથાના દુખાવાની ફરિયાદ કરતું હોય તો તેની દૃષ્ટિ નબળી પડી શકે છે. કોઈ રોગને કારણે પણ આવું થઈ શકે છે. પરંતુ આ નબળી દ્રષ્ટિના સંભવિત લક્ષણોમાંનું એક છે. આ સ્થિતિમાં, તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર યોગ્ય ચશ્મા સૂચવી શકે છે. જેનાથી દ્રષ્ટિમાં કોઈ સમસ્યા નહીં થાય.
નજીકથી TV જોવું
જો તમારું બાળક અચાનક પહેલા કરતાં વધુ નજીકથી ટીવી જોવાનું શરૂ કરી દે છે. તો આ પણ નબળી દૃષ્ટિનું લક્ષણ હોઈ શકે છે. માતાપિતા માટે આ એક સંકેત છે કે તમારા બાળકની આંખો ખરાબ થવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech