ચીન બ્રહ્મપુત્રા નદી પર બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી મોટો બ્રીજ

  • July 20, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેમ બનાવતા ભારત અને ચીન વચ્ચે ફરી વિવાદ સર્જાય શકવાની શક્યતા


ચીન તિબેટથી ભારત સુધી યારલુંગ ત્સાંગપો જે બ્રહ્મપુત્રા નદી છે જેના પર 60 ગીગાવોટનો વિશાળ ડેમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ચીનના થ્રી જ્યોર્જ ડેમની સરખામણીમાં બ્રહ્મપુત્રા પર બનેલો આ ડેમ ત્રણ ગણી વધુ વીજળી પેદા કરી શકાશે.આ ડેમ બનાવતા ભારત અને ચીન વચ્ચે ફરી વિવાદ સર્જાઈ શકે છે.


ચીન હવે બ્રહ્મપુત્રા નદી પર વધુ એક ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ડેમ વિશ્વનો સૌથી મોટો ડેમ હશે. હાલમાં ચીનનો 'થ્રી ગોર્જ્સ ડેમ' વિશ્વનો સૌથી મોટો ડેમ છે. પણ બ્રહ્મપુત્રા નદી પર બનનારો આ ડેમ ચીનના થ્રી ગોર્જ્સ ડેમ કરતા પણ મોટો હશે. ચીન બ્રહ્મપુત્રા નદી પર 60 ગીગાવોટ ડેમ બનાવશે. આ બંધને કારણે અનેક નુકસાન થઈ શકે છે. ભારત સહિત અનેક દેશોએ તેનો વિરોધ કર્યો છે.


બ્રહ્મપુત્રા નદી જે સમુદ્ર સપાટીથી લગભગ 16404 ફૂટની ઊંચાઈએ પશ્ચિમ તિબેટના ગ્લેશિયરમાંથી નીકળે છે. તે વિશ્વની સૌથી ઊંચી નદી છે. બ્રહ્મપુત્રા નદીમાં 8858 ફૂટ ઊંડી કોતર છે જે અમેરિકાની ગ્રાન્ડ કેન્યોન કરતાં બમણી ઊંડી છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આ સૌથી મોટા બંધની રાજકીય અને પર્યાવરણીય આડઅસરો સામે આવી શકે છે. ચીન પાસે હાઈડ્રો પાવરના સંદર્ભમાં પહેલાથી જ વધારાની વીજળી છે આમ છતાં તે ભારતમાં પ્રવેશતી નદી પર દુનિયાનો સૌથી મોટો ડેમ બાંધી વીજળી પેદા કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application