ચીન ડીપ ફેક ટેક્નોલોજીથી છેતરપિંડીમાં પણ અવ્વલ

  • August 11, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ 515 લોકોની ધરપકડ, ત્રણ વર્ષમાં 300 મિલિયન ઇન્ટરનેટ એકાઉન્ટ્સ સાથે આચરી છેતરપિંડી


આદત મુજબ ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ શરુ કરી દીધો



ચીનમાં એઆઈ દ્વારા અપરાધના મામલા સામે આવી રહ્યા છે. ચીનમાં ડીપ ફેક ટેક્નોલોજી દ્વારા લોકોને છેતરવા બદલ 515 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયે આ ધરપકડની જાણકારી આપી છે. આ પહેલા ચેટ જીપીટીનો ઉપયોગ કરીને ગુનામાં પહેલી ધરપકડ ચીનમાં થઈ હતી.



આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું મોજું જોવા મળી રહ્યું છે. આખી દુનિયા હવે તેના ફાયદા અને ગેરફાયદા સમજવા લાગી છે. પરંતુ ચીનમાં તેનો દુરુપયોગ શરૂ થયો છે. ચીની પોલીસ અધિકારીઓએ એક ખાસ ઓપરેશન દ્વારા 515 લોકોની ધરપકડ કરી છે, જેમણે ડીપ ફેક સ્વેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો



ચીનના જાહેર સુરક્ષા મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએઆ જાણકારી આપી. મંત્રાલયના સાયબર સિક્યોરિટી બ્યુરોના વરિષ્ઠ અધિકારી સન જિનફેંગે જણાવ્યું હતું કે અભિયાનમાં કુલ 79 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.


સને કહ્યું કે પોલીસ ચેટજીપીટી, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બ્લોકચેન અને ડીપ ફેક જેવી ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને નાગરિકોની અંગત માહિતીના ભંગ પર કડક નજર રાખી રહી છે. સને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ગુનેગારો પર કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2020 થી, મંત્રાલયે વ્યક્તિગત માહિતીના ભંગને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરીને દર વર્ષે એક વિશેષ સ્વચ્છ સાયબર સ્પેસ અભિયાન શરૂ કર્યું છે.



-64,000 શકમંદો ઝડપાયા

છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસે 36,000 કેસ ઉકેલ્યા છે. 64,000 શકમંદો ઝડપાયા છે. 300 મિલિયનથી વધુ ઈન્ટરનેટ એકાઉન્ટ્સ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ મે મહિનામાં ચીનમાં ચેટ જીપીટી દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર હોંગ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ ચેટ જીપીટી દ્વારા નકલી ટ્રેન અકસ્માતના સમાચાર બનાવ્યા હતા.


-બનાવટી સમાચાર બનાવી નાખ્યા

આ ફેક ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ સમાચાર ચીની સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમાચારને 15000 થી વધુ લોકોએ ક્લિક કર્યા હતા. જો કે, ચીનમાં વધુ સેન્સરશિપને કારણે ઘણા લોકોએ ક્લિક કર્યું, સાયબર સુરક્ષાનું ધ્યાન આ સમાચાર તરફ ગયું. ચીનમાં તેમજ સમગ્ર વિશ્વમાં ચેટ જીપીટી દ્વારા ગુનાને લગતી આ પ્રથમ ધરપકડ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application