મુખ્યમંત્રીના પુત્રને વધુ સારવાર માટે મુંબઈ ખસેડાયા

  • May 01, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી સહિતના ભુપેન્દ્રભાઈના તમામ કાર્યક્રમો રદ: ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવતાં કેડી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી




મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોક આવતા તેને તાત્કાલીક અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં તેની સર્જરી પણ કરવામા આવી હતી. અનુજની તબિયત સ્થિર હોવાનું હેલ્થ બૂલેટિન હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ એકાએક તેને મુંબઈ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ગુજરાત રાયના ૬૩મા સ્થાપનાદિન નિમિત્તે આજે જામનગરમાં રાયકક્ષાની ઉજવણી થવાની હતી અને તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ પુત્રની તબિયત લથડતા અને તેને મુંબઈ હોસ્પિટલમાં લઈ જવાતા મુખ્યમંત્રીએ તેમના જામનગરના આજના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.




અનુજની તબિયત ગઈકાલે બપોરે લથડયા બાદ તાત્કાલીક ડોકટરોએ તેમના નિવાસસ્થાને પહોંચી જઈને સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મુંબઈથી તજજ્ઞ ડોકટરોની ટીમ પણ આવી હતી. બ્રેઈન સર્જરી કરાયા પછી પણ અનુજની તબિયત સ્થિર હોવાનું જાહેર કરાયું હતંુ. મુંબઈમાં ન્યુરોલોજિસ્ટ ડોકટરોની ટીમ દ્રારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ તેમના જામનગર સહિતના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. જામનગરમાં આજે રાયકક્ષાની સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં રાયપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઈમરજન્સીમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત રાયના ૬૩મા સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે આજે જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ૩૫૨ કરોડના જુદા જુદા વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું. શક્રપ્રદર્શન, પોલીસ પરેડ, નમોસ્તૂતે નવાનગર (મલ્ટિમીડિયા શો) જેવા કાર્યક્રમો મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતિમાં યોજાવાના હતા પરંતુ મુખ્યમંત્રીએ પોતાના આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application