જામનગરના આસામી સાથે મુવી રેટીંગના પ્રોફીટના નામે છેતરપીંડી

  • April 01, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એક આસામી સાથે વર્ક ફ્રોમ હોમ અન્વયે મૂવીની ટિકિટનાં રેટિંગ મારફત  મોટી રકમ મળી શકે છે તેમ કહી ફેક મૂવી રેટીંગ માટેની વેબસાઈટ બનાવી ઠગાઈ કરતી ગેંગના એક સદસ્યને જામનગર સાયબર ક્રાઈમે સુરતથી પકડી પાડ્યો છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઇમના પીઆઇ પી.પી. ઝાને સોશીયલ મિડીયા દ્વારા તથા ફાઇનાન્શીયલ ફ્રોડના ક્રાઇમ ઇન્વેસ્ટમેન્ટ એપમાં ઇન્વેસ્ટ કરવાના નામે છેતરપીંડી જેવા ગુના અટકાવવા તેમજ આવા ગુના કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરેલ જેથી સ્ટાફની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં હતા.


જામનગર જિલ્લામાં રહેતા એક વ્યક્તિને તેના મોબાઈલ પર ટેલિગ્રામ સોશિયલ મીડિયા પરથી પાર્ટ ટાઈમ જોબ ઓફર નામથી મેસેજ મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, મૂવી રેટીંગના આ બિઝનેસમાં ઘેર બેઠા રેટીંગ આપી તગડી કમાણી કરી શકો છો. 
જે જાહેરાતથી ભરમાઈને આ વ્યક્તિએ મૂવી ટિકિટ ખરીદવાનું શરૃ કર્યું હતુું અને રેટીંગ આપ્યા હતા. આ જોબ માટે ફેક વેબસાઈટમાં લોગઈન કરાવી રજીસ્ટર કરાવાયા પછી ટેલિગ્રામ ગ્રુપમાં મેમ્બર બનાવાયા હતા અને આ આસામીએ અઠ્ઠયાવીસ ટિકિટ મેળવી હતી. તેમાં અપાયેલા રેટીંગ મુજબ રોકાણના બમણા વળતરની ચૂકવણી કરાઈ હતી તેથી આ આસામી ને પાકો વિશ્વાસ  બેસી ગયો હતો અને તે પછી તેઓએ વધુ ટિકિટ ખરીદી હતી જેનું વળતર ન અપાતા અને વળતર મંગાતા તમારૃ રોકાણ વધુ છે, તમારે પ૦ ટકા સરચાર્જ ભરવો પડશે તેમ કહી વધુ રકમ ભરપાઈ કરાવાઈ હતી. તે પછી તમારી સામે મની લોન્ડ્રીગ નો કેસ થઈ શકે છે તેવી વાત કરાતા આ વ્યક્તિએ જામનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

​​​​​​​
આ બાબતની તપાસ પો.ઇન્સ પી.પી. ઝાના વડપણ હેઠળ સ્ટાફના પ્રણવભાઇ, કુલદીપસિંહ, જેસાભાઇ, વિકકીભાઇ દ્વારા શ‚ થયા પછી આ શખ્સના લોકેશનની તપાસ કરાવતા સુરતના મોટા વરાછામાં પંચતત્વ રેસીડેન્સીમાં રહેતા સ્મિત ઝવેરભાઈ પટોળિયા ના સગડ મળ્યા હતા. આ શખ્સની સુરતથી અટકાયત કરી તેને જામનગર લાવવામા આવ્યો  છે. આ શખ્સ વર્ક ફ્રોમ હોમની લાલચ બતાવી છેતરપિંડી કરતો હોવાનું અને રોજના અઢીથી ત્રણ હજાર મળી શકે તેવી લાલચ બતાવી રોકાણકારોની સાથે છેતરપિંડી કરતો હોવાનું ખૂલ્યું છે. આરોપીની વધુ પૂછપરછ કરાઈ રહી છે. ટેલીગ્રામમાં વર્ક ફ્રોમ જેવી લોભામણી જાહેરાત આપી ઓનલાઇન મુવીની ટીકીટ ખરીદી મુવી રેટીંગનો બિઝનેશ કરવા અને થોડા સમયમાં ઘર બેઠા વધુ પ્રોફીટ મેળવો તેમ કહેવાતુ હતુ અને રોકાણ કરાવી વિશ્ર્વાસ કેળવી ત્યારબાદ રોકાણકારની સાથે છેતરપીંડી આચરીને પૈસા પડાવી લેતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application