સુદાનમાં અરાજકતા યથાવત: લૂંટફાટ

  • April 19, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૪ કલાકના યુધ્ધ વિરામનો ભંગ : પાણીનો સપ્લાય બંધ : લોકો ભયભીત



સુદાનમાં સત્તા પર નિયંત્રણને લઈને સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ છે. સંઘર્ષને કારણે હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે. ઑમદુરમાન.. બાહરી અને ખર્ટુમ એમ બધી જ જગ્યાએ લડાઇ ચાલુ છે.. મેડિકલ અને ફૂડ સપ્લાયને ગંભીર અસર થઈ છે. અત્યારે જુદા જુદા શો રૂમમાં તોડફોડ અને લુંટફાટ ચાલી રહી છે. ઓઝોન નામના ખુબજ મોટા ફૂડ સેન્ટરમાં તૉડફૉડ સાથે સંપૂર્ણ પણે લુંટફાટ થઇ છે. અલ હાવી સુપર માર્કેટ તૉડીને મૉટા પ્રમાણ માં લુંટફાટ થઇ છે.



પ્રાપ્ત થતી માહિતી અનુસાર, RSF અને MILITARY વચ્ચે થઈ રહેલ ઘર્ષણનૉ લાભ લઈ સેનાના જવાનૉ અને સ્થાનીક લૉકૉ મૉટા મૉટા સેન્ટરૉ તૉડીને લુંટફાટ ચલાવી રહ્યા છે. કોઇપણ જાતની સલામતી જૉવા મળતી નથી


આ હિંસા સશસ્ત્ર દળોના કમાન્ડર અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ના વડા જનરલ મોહમ્મદ હમદાન ડગલોની વચ્ચે સત્તા મેળવવા માટેના સંઘર્ષને કારણે થઇ રહી છે. અઠવાડિયા સુધી ચાલેલા આ સત્તા સંઘર્ષે શનિવારે જીવલેણ હિંસાનું રૂપ લીધું હતું. બંને જનરલ સાથીદાર રહ્યા છે જેમણે ઓક્ટોબર 2021 માં લશ્કરી બળવો કરી અને સુદાનની લોકશાહીને હટાવી સૈન્ય સાશન સ્થાપ્યું હતું. હવે બંને વચ્ચે સત્તાના હસ્તાંતરણને લઈને સંઘર્ષ થઇ રહ્યો છે.




સુદાનમાં પ્રકાશિત થતાં અખબાર અલ સુદાનના અહેવાલને ટાંકીને સ્થાનિક સુત્રોએ આજકાલને જણાવ્યું હતું કે, અત્યારે ખુબજ મૉટા પ્રમાણમાં ધડાકા થાય છે...બધી બાજુ સંઘર્ષ ચાલુ છે.... પાણી પણ હજું આવેલ નથી... શંબાત બ્રીજ પાસે ના વૉટર સપ્લાય સ્ટેશન માં ખુબજ ડેમેજ થયાનું સંભળાય છે એટલે નજીકના ભવિષ્યમાં પાણી સપ્લાય ચાલુ થાય એવું લાગતું નથી.



સુદાનમાં યુદ્ધ વિરામ ની જાહેરાત નું ઉલંઘન થઇ રહ્યું છે.


ગઈકાલે મંગળવારે અને યુધ્ધ ના ચોથા દિવસે બન્ને પક્ષે ચોવીસ કલાક માટે યુદ્ધવિરામની બાંહેધરી આપ્યા બાદ સુદાનમાં શસ્ત્રવિરામની જાહેરાત થયેલ હતી જેની અવધી મંગળવાર સાંજે છ વાગ્યા થી બુધવારે સાંજના છ વાગ્યા સુધીની હતી પરંતુ આ સમય મર્યાદાના ફક્ત એક જ કલાક માં એટલે કે મંગળવાર સાંજના સાત વાગ્યે બન્ને પક્ષના આરોપ પ્રતીઆરૉપ સાથે યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી.



આ લોહિયાળ અથડામણના પગલે, સુદાનની ફુટબૉલ ટીમ અલ-હિલાલ ના કેપ્ટનની પુત્રી ડોક્ટર અલા ફવઝી અલ-મર્દીનું ગોળીબારથી મોત થયું હતું.


યુવતી કામ પરથી પરત ફરી રહી હતી ત્યારે ઘરની બારીમાંથી ગોળી વાગતાં તેનું મોત થયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application