ભાવનગરના ઘોઘાના દરિયાકિનારે મેન્ગ્રુવના વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • June 06, 2023 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષતમાં ઉજવણી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને ધારાસભ્ય સેજલબેન પંડયાની પ્રેરક ઉપસ્થિતિ


ભાવનગરના ઘોઘાના દરિયા કિનારે મેનગૃવના વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાના ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘાના મેલડી માતાનું મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં  ભાવનગર જિલ્લાના પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.


આ તકે પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે મીસ્ટી (મેનગ્રોવ ઈનિશીએટિવ ફોર શોરલાઇન હેબિટાટ એન્ડ ટેન્જીબલ ઇનકમ પ્રોજેક્ટ અંતર્ગત ચેરનું વાવેતર ખૂબ જ ફાયદાકારક છે. ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે ત્યારે ગુજરાતને તેનો બહોળો ફાયદો થવાનો છે. 


વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યે જાગૃત થઇને વધુને વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરીએ. આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન" છે ત્યારે પ્લાસ્ટીકનો વપરાશ ટાળીએ અને પર્યાવરણને બચાવીએ.


આ તકે રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.મહાનુભાવોના હસ્તે સંખ્યાબંધ મેન્ગ્રુવના છોડનું પ્રતિકાત્મક રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટેકનોલોજીના માધ્યમથી જોડાઈને સંબોધન કર્યું હતું તો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.


કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application