રાજકોટમાં 300 સ્થળે લાગશે CCTV કેમેરા : આ અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ, રસ્તાઓ પર ગોઠવાશે CCTV કેમેરા

  • September 16, 2023 03:51 PM 

રાજકોટ મહાપાલિકા દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ ૩૦૦ સીસીટીવી કેમેરા મુકવાનું પ્લાનિંગ તૈયાર કરી એરિયાવાઇઝ લિસ્ટ બનાવાયું છે અને ટૂંક સમયમાં આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  તેમ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ જણાવ્યું હતું.


વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ ઉમેર્યું હતું કે, શહેરના તમામ અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ તેમજ પોલીસ તરફથી મહાપાલિકાને સુચવાયેલા ૨૨ લોકેશન સહિત ૩૦૦ સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાની પ્રક્રિયા ગતિશીલ છે. મહાપાલિકાની વિવિધ ટીપી સ્કીમોના કિંમતી પ્લોટસ, મહત્વની પ્રોજેકટ સાઇટસ સહિતના સ્થળોએ કેમેરા મુકવાનું પ્લાનિંગ તૈયાર કરાયું છે.


મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું, વર્ષ–૨૦૧૭માં રાજકોટ શહેરની સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા પસંદગી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ મહાપાલિકા દ્રારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત આઇટીએમએસ, એટીસીએસ, સીસીટીવી સર્વેલન્સ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, જીઆઈએસ, અંડરગ્રાઉંડ યુટીલીટી સર્વે, એન્ટી હોકીંગ સીસ્ટમ, ડ્રેનેજ સ્કાડા, વોટર સ્કાડા, ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક વિગેરે જેવા કમ્પોનન્ટ સળતા પુર્વક ઇન્સટોલ કરેલ છે તેમજ તમામ કામગીરીનું મોનિટરીંગ એક જ જગ્યાએથી થઇ શકે તે માટે નાના મવા ખાતે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની શઆત વર્ષ–૨૦૧૭થી કરવામાં આવી છે. તત્કાલિન સમયે આઇ વે પ્રોજેકટ હેઠળ વિવિધ ૯૦૦થી વધુ સ્થળોએ સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા જેનું સફળ સંચાલન થઈ રહ્યું છે, યારે હવે વધુ ૩૦૦ કેમેરા મુકાતા શહેરને કુલ ૧૨૦૦ કેમેરાનું અભેધ સુરક્ષા ચક્ર મળશે. આગામી દિવસોમાં સ્થળોનું લિસ્ટ પણ જાહેર કરાશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્રારા નેશનલ આઇસીસીસી મેન્ટરશિપ પ્રોગ્રામની શઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામમાં દેશભરમાથી કુલ ૧૨ મોડેલ સ્માર્ટ સિટીમાં રાજકોટ સ્માર્ટ સિટીનો મેન્ટર સિટી તરીકે સમાવેશ કરવામાં આવેલ છે તેમજ રાજકોટ મહાપાલિકાનાં કોમ્પ્યુટર વિભાગમાં ડિરેકટર આઇ.ટી.તરીકે ફરજ બજાવતા સંજય એમ.ગોહિલની મેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પ્રોગ્રામનો હેતુ ૧૦૦ સ્માર્ટ સિટી પૈકી જે સ્માર્ટ સિટીએ આઇસીસીસી અંતર્ગત શ્રેષ્ઠ સુવિધા વિકસાવી હોય તે પ્રકારની સુવિધાને ધ્યાને લઈ ભારતનાં અન્ય સ્માર્ટ સિટી પણ મોડેલ સ્માર્ટ સિટીમાં રહેલ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવે તે પ્રકારનો છે. આ માટે ૧૦૦ સ્માર્ટ સિટી પૈકી આઇસીસીસી બનાવવા અને વિવિધ ડીજીટલ સેવાઓ વિકસવાવા માટે શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા જુદા જુદા કુલ ૧૨ સીટીનાં અધિકારીઓની મેન્ટર તરીકે પસંદગી ભારત સરકારના સ્માર્ટ સીટી મીશન દ્રારા કરવામા આવેલ છે. જેમાં રાજકોટ મહાપાલિકાના ડાયરેકટર આઈટીની પણ મેન્ટર તરીકે પસંદગી કરવામા આવેલ છે. પ્રોગ્રામ અંતર્ગત સીલેકટ થયેલા અધિકારીઓ દેશનાં જુદા જુદા સ્માર્ટ સીટીને ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સુવિધા વધુ આધુનિક અને ઉપયોગી બનાવવામાં મદદ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application