મુંબઈને હરાવીને CSK માટે કેપ્ટન હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન, ફાઈનલ પહેલા ચેન્નાઈને આ ખેલાડીની આપી ચેતવણી

  • May 27, 2023 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPLની 16મી સિઝનની બીજી ક્વોલિફાયર મેચમાં, ગુજરાત ટાઇટન્સ (GT) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હવે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં સતત બીજી સિઝનમાં ગુજરાતની ટીમ ટાઈટલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. જ્યાં આ વખતે તેનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. બીજા ક્વોલિફાયરમાં ગુજરાતની જીતમાં શુભમન ગીલે અને મોહિત શર્માએ વડે મહત્વનું યોગદાન આપ્યું હતું.


હવે ટીમ ફાઇનલમાં પહોંચવાની સાથે જ્યાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે મેચ પછી કહ્યું કે અમારા માટે અહીં સુધી પહોંચવાનું સૌથી મોટું કારણ તમામ ખેલાડીઓની સતત મહેનત છે. આ મેચમાં શુભમન ગિલની ઇનિંગ પણ શાનદાર રહી હતી. તેણે જે આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી તે બધાએ જોયું. આજની ઈનિંગ્સ તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાંથી એક છે. ગિલ તેની ઇનિંગ દરમિયાન એક વખત પણ દબાણમાં જોવા મળ્યો ન હતો. એવું લાગી રહ્યું હતું કે કોઈ તેના તરફ બોલ ફેકે છે અને તે મારતો રહે છે. ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ભાવિ સુપરસ્ટાર ખેલાડી છે.


હાર્દિકે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે મેં ટીમના તમામ ખેલાડીઓ સાથે વાત કરી છે જેથી દરેક ખેલાડી પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં આવે. રાશિદ ખાન ટીમમાં એવો ખેલાડી છે કે જ્યારે ટીમ દબાણમાં હોઈ ત્યારે હું તેની તરફ જોઉં છું. અમે હંમેશા મેદાન પર અમારું 100 ટકા આપવાનો પ્રયાસ કરીએ છીએ. નોકઆઉટ મેચ કોઈપણ રીતે જઈ શકે છે, પરંતુ અમે ફાઈનલ મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.


મુંબઈ સામે તેની 129 રનની શાનદાર ઈનિંગના આધારે શુભમન ગિલ હવે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાને આવી ગયો છે. ગિલના હવે 16 ઇનિંગ્સમાં 60.79ની એવરેજથી કુલ 851 રન છે. હવે તે આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતશે તે લગભગ નિશ્ચિત છે. પર્પલ કેપમાં મોહમ્મદ શમી અને રાશિદ ખાન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. શમીના નામે હવે 28 વિકેટ છે જ્યારે રાશિદ ખાનના નામે 27 વિકેટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application