હું એવી દુનિયા બનતી નથી જોઈ શકતો જયાં લોકતાંત્રિક મૂલ્યો નથી: રાહુલ ગાંધી

  • March 02, 2023 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાહુલ ગાંધીએ બ્રિટનમાં કેમ્બ્રીજ યુનિવર્સિટીના વિધાર્થીઓને સંબોધિત કર્યા



કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બ્રિટનમાં નવા લુક સાથે કેમ્બિ્રજ યુનિવર્સિટીના વિધાર્થીઓને સંબોધિત કર્યા હતા તેમણે અસહિષ્ણુ સમાજમાં સાંભળવાની કળા પર સંબોધન કર્યુ હતું અને વિશ્ર્વભરમાં લોકશાહી વાતાવરણને પ્રોત્વાહન આપવા માટે નવી વિચારસરણીને જરૂરી ગણાવી હતી.





ભારત અને અમેરિકા જેવા લોકતાંત્રિક દેશોમાંમેન્યુફેકચરિંગમાં સતત ઘટાડાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યવું કે આ પરિવર્તને વ્યાપક અસમાનતા અને નારાજગીને જન્મ આપ્યો છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.




રાહુલ ગાંધીએ કહ્યું કે, હું એવી દુનિયા નથી ઈચ્છતો જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલી નથી. આથી નવી વિચારસરણીની જરૂર છે. હું એવી દુનિયાને બનતી નથી જોઈ શકતો જયાં લોકત્રિક મૂલ્યો નથી તેથી આપણે નવી વિચારસણી અપનાવવી પડશે જેથી આપણે કોઈપણ દબાણ વિના લોકશાહી વાતાવરણ ઉભુ કરી શકીએ આ યાત્રા એક એવી યાત્રા છે જેમાં મોકો પોતાની કરતા અન્યની વાત વધુ સાંભળે છે.





કેમ્બિ્રજ જેબીએસએ જણાવ્યું કે, એમબીએના વિધાર્થીઓ માટે રાહુલ ગાંધીનો લેકચર ૨૧મી સદીમાં ધિરજપૂર્વક સાંભળવાની રીતો શોધવા આસપાસ જ રહ્યો. કેમ્બિ્રજમાં રાહુલ ગાંધીના લેકચરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો તેમરલે ભારત જોડો યાત્રા વિશે તેમના અનુભવો શેર કર્યા બાદ તેના લેકચરની શરૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન ભારતમાં બેરોજગારી, અન્યાય અને સતત વધતી રહી અસમાનતાએ તેનું ધ્યાન ખેંચ્યું તેના લેકચરના બીજા ભાગમાં દ્રિતીય વિશ્ર્વયુધ્ધ બાદ અમેરિકા અને બે અલગ અલગ દ્રષ્ટ્રિકોણ પર કેન્દ્રિત હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મેન્યુફેકચરિંગ નોકરીઓની અછત ઉપરાંત અમેરિકાના ૧૧ સપ્ટેમ્બર–૨૦૦૧ના આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પોતાને સમેટી લીધું જયારે રાહુલ ગાંધીના લેકચરનો અંતિમ ભાગ ઈમ્પેરેટિવ ફોર અ ગ્લોબલ કંજરવેશન વિષય સાથે જોડાયેલો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application