ગોંડલ સિવિલ હોસ્પિટલવાળો પુલ પાંચ દિવસ બંધ: લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ

  • December 04, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નાં સોવર્ષ ી પણ જુના રાજાશાહી સમયના બન્ને પુલની હાલત જર્જરીત બની હોય હાઇકોર્ટના નિર્દેશ મુજબ હાલ લોડ ટેસ્ટિંગ ચાલુ હોય પાંજરાપોળના પુલ બાદ હવે સેન્ટ્રલ સિનેમાી સિવિલ હોસ્પિટલ તરફ જતા પુલનુ લોડ ટેસ્ટિંગ શરુ કરાતા તા.૫-૧૨-૨૩ સુધી પાંચ દિવસ માટે લાઇટ મોટર વ્હિકલ સહિત તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરવા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ તા પરીવહન માટે મહત્વનો ગણાતો આ પુલ આજી પાંચ દિવસ માટે બંધ કરાયો છે.



સિવિલ હોસ્પિટલ, ભગવતપરા અને પોલીસ સ્ટેશન જવા આ પુલ મુખ્ય ગણાય છે.ત્યારે સૌી મોટી સમસ્યા સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે સર્જાઇ છે. હોસ્પિટલ મા સેવા આપતા શિવમ ટ્રસ્ટના દિનેશભાઈ માધડે ચિફ ઓફિસર ને આવેદનપત્ર આપી સમસ્યા રજુ કરી હતી તેમણે કહ્યુ કે હોસ્પિટલ વાળો પુલ બંધ કરાતા ઈમરજન્સીમા ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સમા લવાતા દર્દીઓને છેક પાંજરાપોળ, મોવિયા ચોકડી પરી હોસ્પિટલ પહોંચાડવા પડશે.એક પુલ બંધ વાી પાંજરાપોળના પુલ પર ટ્રાફિક જામ ની સ્તિી સર્જાશે, આવા સંજોગો મા ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલી એમ્બ્યુલન્સમા દર્દીઓની હાલત કફોડી વા સો જોખમ સર્જાતુ હોય છે.


આ પુલ બંધ તા મોટો વિસ્તાર ધરાવતા ભગવતપરા સહિત ની સોસાયટીઓ,પોલીસ મક,એસઆરપી કેમ્પ, સિવિલ હોસ્પિટલ, બાલાશ્રમ સહિત તરફ ની રોજીંદી અવરજવર ને ભારે અસર પડશે.અલબત્ત પાંજરાપોળ પુલ ી ડાયવર્ઝન કઢાયુ છે પણ દોઢ ી બે કી.મી.નુ અંતર કાપવુ પડે તેવી હાલત સર્જાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application