શહેરમાં હદય થંભી જવાની ઘટના યથાવત રહી છે. વિજય પ્લોટમાં ઘર પાસે રમતા રમતા ૧૧ વર્ષના બાળકનું બેભાન હાલતમાં મોત થયું હતું જયારે બીજ બનાવમાં કોઠારીયા રોડ પરના નીલકઠં સિનેમા પાસે રહેતા ૩૯ વર્ષીય મહિલાને હાર્ટ અટેક આવી જતા મૃત્યુ થવાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રા વિગત મુજબ ગોંડલ રોડ પરના વિજય પ્લોટમાં રહેતો દેવરાજ કનકભાઇ કારેલિયા (ઉ.વ.૧૧) રવિવારે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો ત્યારે અચાનક જ ઢળી .પડતા તાકીદે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનું મૃત્યુ થતા પરિવારમાં ઘેરો આક્રદં સર્જાયો હતો. મૃતક દેવરાજ બે ભાઇમાં મોટો હતો અને જસાણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતો હતો. બાળકના પિતાના કહેવા મુજબ દેવરાજ ઘર પાસે બેઠો હતો ત્યારે ત્યાં જ પડી જતા મારી નજર પડતા મેં દોટ મૂકી હતી અને છાતીમાં પમ્પિંગ કરી બચાવવાનો પ્રયાસ કર્યેા હતો અને તાકીદે હોસ્પિટલએ ખસેડો હતો ત્યાં પણ વેન્ટિલેટર પર રાખી એકાદ કલાક સુધી બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ જીવ બચી શકયો નહતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર નીલકઠં સિનેમા પાસે મેહત્પલનગર–૫માં રહેતા બીનાબેન પારસભાઈ ઠાકર (ઉ.વ.૩૯)નામના મહિલા રાત્રીના બારેક વાગ્યે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પહેલા જ મોત નીપયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને કરતા પોલીસએ જરી કાગળો કર્યા હતા. મૃત્યુ પામનાર બીનાબેનને સંતાનમાં બે પુત્ર છે અને પતિ પ્રાઇવેટ નોકરી છે. હાર્ટ અટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech